મોંઘવારીમાં રાહત ના મળી, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને 11.39 ટકા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • મોંઘવારીમાં રાહત ના મળી, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને 11.39 ટકા

મોંઘવારીમાં રાહત ના મળી, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને 11.39 ટકા

 | 2:00 am IST
  • Share

કાળઝાળ મોંઘવારીમાં પીસાતી જનતાને ઓગસ્ટ મહિનામાં પણ કોઇ રાહત મળી નહોતી. શાકભાજી અને અન્ય ખાદ્યપદાર્થોની કિંમતોમાં ઘટાડા છતાં પેટ્રોલ અને ડીઝલની ઊંચી કિંમતો તથા મેન્યુફેક્ચર્ડ ગૂડ્સની વધી રહેલી કિંમતોના પગલે ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવાનો દર વધીને ૧૧.૩૯ ટકા પર પહોંચી ગયો હતો. જૂન અને જુલાઇ મહિનામાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડા બાદ ઓગસ્ટમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો. જોકે છેલ્લા પાંચ મહિનાથી જથ્થાબંધ ફુગાવાનો દર બે આંકડામાં નોંધાઇ રહ્યો છે. જુલાઇમાં ૧૧.૧૬ ટકા રહેલો દર ઓગસ્ટમાં ૧૧.૩૯ ટકા પર પહોંચી ગયો હતો. ઓગસ્ટ ૨૦૨૦માં જથ્થાબંધ ફુગાવાનો દર ૦.૪૧ ટકા જ હતો. કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, નોન ફૂડ આર્િટકલ્સ, મિનરલ ઓઇલ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ તેમજ બેઝિક મેટલ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, ટેક્સ્ટાઇલ્સ, કેમિકલ્સ સહિતની મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સમાં ભાવવધારાના કારણે જથ્થાબંધ ફુગાવાનો દર ઓગસ્ટમાં ઊંચો રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન