દેવસેનાને કોણ લાગે છે વધારે સેક્સી? બાહુબલી કે ભલ્લાલ...જવાબ જાણવા જુઓ Video - Sandesh
NIFTY 10,532.80 -15.90  |  SENSEX 34,346.85 +-48.21  |  USD 65.6475 +0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • દેવસેનાને કોણ લાગે છે વધારે સેક્સી? બાહુબલી કે ભલ્લાલ…જવાબ જાણવા જુઓ Video

દેવસેનાને કોણ લાગે છે વધારે સેક્સી? બાહુબલી કે ભલ્લાલ…જવાબ જાણવા જુઓ Video

 | 4:55 pm IST

દેશની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બાહુબલી 2માં દેવસેનાનો રોલ કરનાર એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી હાલમાં ઉત્તર ભારતના દર્શકો વચ્ચે ભારે ચર્ચામાં છે. દર્શકોને દેવસેના બનતી અનુષ્કા અને બાહુબલી બનતા પ્રભાસ વચ્ચેની કેમિસ્ટ્રી બહુ પસંદ આવી રહી છે. પ્રભાસ અને અનુષ્કા પહેલાં પણ તેલુગુ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા છે પણ દેવસેનાના રોલે અનુષ્કાને ભારે લોકપ્રિયતા અપાવી છે.

બાહુબલી 2નું શૂટિંગ પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું જેના પગલે તમામ સ્ટારકાસ્ટ વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી. આ સંજોગોમાં હાલમાં એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાને પૂછવામાં આવ્યું કે તેને પ્રભાસ અને ભલ્લાલદેવનો રોલ ભજવનાર રાણા દુગ્ગુબાટીમાંથી કોણ વધારે સેક્સી લાગે છે ત્યારે અનુષ્કાએ પ્રભાસ પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. આ ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ રાણાને પોતાનો બ્રો એટલે કે ભાઈ ગણાવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે તે રાણાને બ્રો કહે છે અને રાણા તેને.

That answer from #Sweety without even thinking for a second😍😍😍 obviously #Prabhas is more sexier She said #Rana Is like Her Bro… Then what about #Prabhas ( SOMETHING SOMETHING ) 😜😜😜😜 . . @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics @prabhas_anushka_holics #Pranushka ❤❤ #prabhas #anushka #bahubali2 #uppalapatiprabhasraju #anushkashetty #darlingsweety #Darling #Sweety #prabhas_raju #anushkashetty #amarendrabaahubali #lovethem #prabhasanushka #Anushkaprabhas #Prabhasraju #prabhasrajuuppalapati #uppalapatiprabhas #uppalapatiprabhasraju #anushka #Anushkashettyprabhasraju #devasena #baahubalitheconclusion #baahubalithebiginning #epicmovie . .

A post shared by Anushka prabhas (@prabhas_anushka_holics) on

એસ.એસ. રાજામૌલીની ફિલ્મ બાહુબલી 2 બોક્સઓફિસ પર મોટા રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. ફિલ્મે કમાણીના મામલે 1500 કરોડ રૂ.નો મોટો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ વિશ્વસ્તર પર પણ સારું એવું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની રિલીઝના પહેલા વિકએન્ડ પર હિન્દી વર્ઝને 245 કરોડ રૂ.નું કલેક્શન કરી લીધું હતું. આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થયેલી સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ચૂકી છે.