Why a motorcycle's disc plate has a hole in it, like knowing the scientific reason
  • Home
  • Technology
  • તમે ચલાવો એ મોટરસાઈકલની ડિસ્ક પ્લેટમાં કાણા કેમ હોય છે, વૈજ્ઞાનિક કારણ જાણવા જેવું

તમે ચલાવો એ મોટરસાઈકલની ડિસ્ક પ્લેટમાં કાણા કેમ હોય છે, વૈજ્ઞાનિક કારણ જાણવા જેવું

 | 11:32 am IST

આજકાલ મોટાભાગની બાઇક ડ્રમ બ્રેક્સ તેમજ ડિસ્ક બ્રેક્સમાં આવી ગઈ છે. મોંઘી બાઇકોમાં જ્યાં ફ્રન્ટ અને રીઅર ટાયર ડિસ્ક બ્રેક્સ સાથે આવે છે, જ્યારે ઓછા બજેટવાળી બાઇકના આગળના ટાયરમાં જ ડિસ્ક બ્રેક્સ હોય છે. ડિસ્ક બ્રેક એટલા માટે આપવામાં આવે છે જેથી વધુ અસરકારક રીતે બ્રેક આપી શકાય. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું કે ડિસ્ક બ્રેકમાં છિદ્રો કેમ હોય છે?

ડિસ્ક બ્રેક્સમાં છિદ્રો શરૂઆતમાં ન હતા. જૂના દિવસોમાં જ્યારે ડિસ્ક બ્રેક્સ બનાવવામાં આવી હતી, ત્યારે ડિસ્ક બ્રેક્સ જાડા રાઉન્ડ પ્લેટ જેવી હતી. આ પ્લેટ હાલની પ્લેટ કરતાં વધારે જાડી હતી. પરંતુ જાડા પ્લેટની સમસ્યા એ હતી કે બ્રેક્સ લગાવ્યા બાદ તે ખૂબ ગરમ થતી હતી.

જ્યારે આપણે બ્રેક્સ લગાઈએ છીએ, ત્યારે બ્રેકિંગ પેડ્સ ડિસ્ક પ્લેટ પર એક બળનો ઉપયોગ કરે છે. એટલે કે બ્રેકિંગ પેડ અને ડિસ્ક પ્લેટ વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. તેથી ખૂબ ગરમી ઉત્પન્ન થાય છે.

જ્યારે જાડી પ્લેટવાળી ડિસ્ક બ્રેક ઉપયોગમાં લેવાઈ હતી ત્યારે પ્લેટને ઘર્ષણ દ્વારા ઉત્પન થયેલી ગરમી પ્લેટને જાડી હોવાને કારણે વધુ સમય સુધી ગરમ રાખતી. આ સમસ્યાને જોઈને પાતળી પ્લેટનો ઉપયોગ લેવામાં આવ્યો. જેથી આ પ્લેટનું વજન પણ ઘટશે. પરંતુ આ પાતળી પ્લેટમાં પણ એક સમસ્યા આવી હતી કે તે બ્રેક્સ લગાવતા સમયે વખતે ગરમીથી ઓગળી જતી હતી.

તેથી આ પ્લેટમાં નાના છિદ્રો બનાવીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. તેનો ફાયદો એ થયો કે પ્લેટનું વજન પણ ઓછું થઈ ગયું હતું અને છિદ્રોને લીધે પ્લેટ પણ ઝડપથી ઠંડી થવા લાગી હતી. આ છિદ્રોમાંથી હવા નીકળીને ગરમીના સ્થાનાંતરણની ગતિ ઘટાડે છે.

આ છિદ્રોનો એક ફાયદો એ છે કે વરસાદના સમયમાં જ્યારે પાણી ડિસ્ક બ્રેકમાં જાય, ત્યારે આ છિદ્રો તે પાણીને પણ સાફ કરે છે અને બ્રેકિંગ પાવરમાં કોઈ અડચણ આવતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન