Why American President Donald Trump Lauds Indian American Scientist?
  • Home
  • Featured
  • અમેરિકામાં ભારતવંશી વૈજ્ઞાનિકો પર કેમ આફરીન થઇ ગયા ટ્રમ્પ? રહસ્ય પરથી ઉઠ્યો પડદો

અમેરિકામાં ભારતવંશી વૈજ્ઞાનિકો પર કેમ આફરીન થઇ ગયા ટ્રમ્પ? રહસ્ય પરથી ઉઠ્યો પડદો

 | 10:34 am IST

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘાતક કોરોના વાયરસની દવાઓ અને રસી બનાવામાં લાગેલા ભારતવંશી વૈજ્ઞાનિકો અને શોધકર્તાઓના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે અમેરિકા આ મહામારીને ઉકેલવા માટે ભારતની સાથે મળીને કામ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને તેમાંથી કેટલાંય તો એવા છે જે વેક્સીન બનાવાના કામમાં લાગી ગયા છે. મહાન વૈજ્ઞાનિક અને મહાન શોધાર્થી.

પહેલી વખત રાષ્ટ્રપતિએ કર્યા વખાણ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારના રોજ કોરોના વાયરસને નાથવામાં ભારતવંશી નાગરિકોની ભૂમિકા પર વાત કરી રહ્યા હતા. આ પહેલી વખત બન્યું છે જ્યારે રાષ્ટ્રપતિએ અમેરિકામાં ભારતવંશી વૈજ્ઞાનિકો અને રિસર્ચકર્તાઓના કામને ઓળખ્યું અને વખાણ કર્યા છે. મોટી સંખ્યામાં વૈજ્ઞાનિક મેડિકલ સાયન્સ ક્ષેત્રમાં મોટા રિસર્ચ સાથે જોડાયા છે. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ, યુનિવર્સિટી, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બાયો-ફાર્મા સ્ટાર્ટઅપ સાથે જોડાયા છે.

ભારતવંશી મતદાતાઓ પર નજર

અમેરિકામાં એક અંદાજ પ્રમાણે 40 લાખ ભારતવંશી રહે છે અને જેમાંથી 25 લાખ નવેમ્બરમાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન પણ કરવાના છે. ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં પહેલાં એવા ઉમેદવાર છે જેમણે 2016ની ચૂંટણીમાં ન્યૂજર્સીમાં ભારતીય-અમેરિકન નાગરિકો માટે અલગથી રેલી કરી હતી. ત્યારબાદથી જ તેઓ ખુદને ભારતના સૌથી સારા મિત્ર ગણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ગઇકાલે રાત્રે જ ટ્વીટ કરીને ભારતને વેન્ટીલેટરની મદદ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ મદદ ત્યારે કરવાનો નિર્ણય કર્યો કે જ્યારે ભારતે નિકાસ પરથી પ્રતિબંધ હટાવી જરૂરી દવાઓ મોકલી છે. ટ્રમ્પે ટ્વીટ કરી કે મને એ જાહેરાત કરતાં ખુશી થઇ રહી છે કે અમેરિકા અમારા મિત્ર ભારતને વેન્ટિલેટર દાન કરશે. અમે આ મહામારીના સમયે ભારત અને પીએમ નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ. અમે રસી બનાવામાં પણ સહયોગ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને આ અદ્રશ્ય દુશ્મન સાથે લડીશું.

આ વીડિયો પણ જુઓ: જોખમી સેનેટાઈઝેશન પર વિશેષ અહેવાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન