how does corona virus enter human body more easily than animals
  • Home
  • Featured
  • પ્રાણીઓની સરખામણીએ માણસના શરીરમાં આ કારણે પ્રવેશ્યો કોરોના વાયરસ

પ્રાણીઓની સરખામણીએ માણસના શરીરમાં આ કારણે પ્રવેશ્યો કોરોના વાયરસ

 | 8:33 am IST

કોરોના વાયરસની ઉત્પતિને લઈને હજુ સુધી કોઇ સ્પષ્ટ તથ્યો સામે આવ્યા નથી. હાલ તો આ વાયરસ ચામાચીડિયા દ્વારા ફેલાય છે તેવુ માનવામાં આવી રહ્યુ છે. તો કેટલાકના મતે પેંગોલિનથી વાયરસ ફેલાયો છે તેમ કહેવામાં આવે છે. કેટલાક લોકો સ્પષ્ટ પણે માને છે કે આ વાયરસને ચીન દ્વારા લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. તેની પાછળના તથ્યો અને દલીલો સિવાય, એક વસ્તુ પહેલાથી કહેવામાં આવી રહી છે કે તે પ્રાણી કરતાં માનવ શરીરને ખુબ સરળતાથી અસરમાં લઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ પણ તેમના સંશોધનમાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ પ્રાણીઓ કરતાં માણસોમાં વધુ સરળતાથી પ્રવેશ કરે છે. ઓસ્ટ્રેલિયાની ફ્લિંડર્સ યુનિવર્સિટીના સંશોધનકારોએ આ અભ્યાસ કર્યો છે.

સંશોધનકારોના જણાવ્યા મુજબ, કોરોના વાયરસનું ‘સ્પાઇક પ્રોટીન’, મનુષ્યમાં જોવા મળતા રીસેપ્ટર ACE-2 સાથે મળીને કોશિકામાં ઝડપથી ચેપ લગાડે છે. કોરોના વાયરસ, પેંગોલિન્સ અને ચામાચીડિયા કરતા વધુ સરળતાથી અને ઝડપી માનવ કોષમાં પ્રવેશ કરે છે.

સંશોધનકર્તા અને વાયરસ નિષ્ણાત નિકોલાઈ પૈત્રોવ્સ્કીના જણાવ્યા મુજબ, કોરોના વાયરસ નવી પ્રજાતિને સરળતાથી સંક્રમિત કરી શકતો નથી. પરંતુ તે પહેલાથી જ માનવ કોષને ચેપ લગાવી ચૂક્યો છે, તેથી માનવ શરીરમાં પ્રવેશવું તેના માટે સરળ છે.

નિકોલાઈ કહે છે કે આ વાયરસ પહેલા કદાચ માનવ કોષોને ચેપ લાગાડી ચુક્યો છે. જૈવિક લેબના પ્રયોગ દરમિયાન આવું બન્યું હશે. નિકોલાઈ અનુસાર, કોરોના ક્યાંથી આવ્યો છે, તે જાણી શકાયું નથી. સાર્સથી લઈને ઇબોલા વાયરસના વાહક અંગે જાણી શકાયુ છે, પરંતુ કોરોનાનો વાહક કોણ છે તે જાણી શકાયું નથી.

નિકોલાઈ કહે છે કે ચીનના વુહાનમાં પેંગોલિન અને ચામાચીડિયાને તેના સ્રોત તરીકે માનવામાં આવી રહ્યા છે. એવી પણ સંભાવના છે કે લેબમાં આ બંનેના ક્રોસ કંટામિનેશનથી એક નવા પ્રકારનો વાયરસ પેદા થયો છે. જો કે, નિકોલાઈ કહે છે કે હજી પણ તેની ઉત્પતિ વિશે વધુ સંશોધનની જરૂર છે.

આ વીડિયો જુઓ: કોણ ક્યારે ડરે છે 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન