Why can white bee control in sugarcane?
  • Home
  • Agro Sandesh
  • શેરડીમાં સફેદ માખીનું નિયંત્રણ કેમ કરી શકાય?

શેરડીમાં સફેદ માખીનું નિયંત્રણ કેમ કરી શકાય?

 | 11:20 am IST

શેરડી એ લાંબાગાળાનો રોકડિયો પાક છે. બિયારણ તેમજ મુખ્ય શેરડીનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો હોય ત્યારે સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે કે તુરત તેને અટકાવવાના પ્રયત્નો કરવો.

સફેદ માખીની જીવાત ટોચનાં પાન ઉપર હારબંધ મલાઈ રંગનાં ઈંડાં મૂકે છે જે થોડા સમય બાદ ભૂખરા રંગનાં બનતા હોય છે. બચ્ચાં કાળાં, લંબગોળાકાર, ચપટાં અને ફરતે સફેદ રંગના મીણની ઝાલરવાળાં હોય છે. કોશેટા સફેદ મીણ જેવા પદાર્થથી આચ્છાદિત હોય છે. નુકસાન પામેલા પાન શરૃઆતમાં આછા પીળા રંગનાં અને પાછળથી સૂકાઈ જાય છે.

સફેદ માખીનું રાસાયણિક પદ્ધતિથી નિયંત્રણ કરવા માટે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૦.૦૫ ટકા ૧૦ લિટર ૧૨.૫ મીલિ. અથવા એસીફેટ ૭૫ ટકા એસપી ૦.૧ ટકા ૧૨ ગ્રામ અથવા ઈમિડાકલોપ્રીડ ૧૭.૫ એસ.પી.નો ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો જૈવિક નિયંત્રણ માટે લીમડા આધારિત દવાઓ, લીંબોળીનું તેલ ૧ લિટર અને ૨૦૦ લિટર પાણીમાં ૬ કિલો યુરિયા ખાતર નાંખી દ્રાવણ બનાવવું. આ બધી દવાઓમાંથી કોઈ પણ એક દવાનો છંટકાવ ડિટર્જન્ટ સાબુ પાઉડરનું દ્રાવણ બનાવી કરવાથી ફાયદો થાય છે.

  • રામસિંગ કાળુસિંગ બારૈયા,જસદણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન