why company makes colourful condoms for making better sex life
  • Home
  • Featured
  • કોન્ડોમ કેમ વિવિધ રંગોમાં બનાવાય છે? આ છે કારણ

કોન્ડોમ કેમ વિવિધ રંગોમાં બનાવાય છે? આ છે કારણ

 | 2:28 pm IST

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે, કોન્ડોમની જાહેરાતોમા રિંગણ, પિંક, રેડ અને કાળા રંગોનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે. જોકે આ પાછળ એક મજેદાર કારણ છે. જવાબ એ છે કે, રંગોનો પ્રભાવ આપણા સ્વભાવ, વ્યવહાર અને આપણી રાશિઓ પર પડે છે. તેવી જ રીતે રંગોનો પ્રભાવ આપણા અંગત સ્વભાવો પર પણ અસર કરે છે.

એક બ્રિટિશ સરવે અનસુાર, આ વાતની પુષ્ટિ થઈ છે કે, રંગોને કારણે વ્યક્તિના અંગત જીવનમાં નિખાર આવે છે. આ સરવે કહે છે કે, કપલના બેડરૂમમાં પર્પલ કલર હોય છે. આ રંગ પતિ-પત્નીને એકબીજા તરફ આકર્ષિત કરે છે. જે પણ કપલ્સના બેડરૂમમાં પર્પલ કલર હયો છે, તેઓ પોતાના અંગત સંબંધોથી બહુ જ ખુશ અને સંતુષ્ટ હોય છે.

સરવેમાં એમ પણ જાણવા મળ્યું કે, જો તમે તમારા બેડરૂમમાં સુતરાઉ ચાદરને બદલે સિલ્કી ચાદરનો ઉપયોગ કરો તો તે તમારી પર્સનલ જિંદગીને શાનદાર બનાવવામાં મદદ કરશે. આ કારણે જ એક્સપર્ટસ સલાહ આપે છે કે, અંગત જીવનને પરફેક્ટર બનાવવા માટે પર્પલ દિવાલો, સિલ્કની ચાદર અને પર્પલ રજાઈ બનાવી લો. આ કોમ્બિનેશન પરફેક્ટ બની રહેશે અને તમારા સંબંધો પણ તાજગીભર્યા રહેશે.

તેથી જ જો તમે કલરફુલ કોન્ડોમનો ઉપયોગ કરવા લાગશો, તો શક્ય છે કે, તમારી સેક્સ લાઈફ શાનદાર બની રહેશે. તેથી જ માર્કેટમાં વિવિધ કલરના કોન્ડોમ બનાવવામાં આવે છે, અને જાહેરાતમાં પણ આ જ પ્રકારના કોન્ડોમ પર વધુ ફોકસ કરાય છે. બેડરૂમમાં રંગબેરંગી લાઈટ્સ પણ લગાવશો તો તમારું દિલ બાગબાગ થઈ જશે.