Why Date Change Of Gujarat cabinet expansion
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના નવા મંત્રી મંડળમાં ‘નો રિપિટ થિયરી’ ફાઈનલ! આવતીકાલે યોજાશે શપથવિધિ

ગુજરાતના નવા મંત્રી મંડળમાં ‘નો રિપિટ થિયરી’ ફાઈનલ! આવતીકાલે યોજાશે શપથવિધિ

 | 9:18 pm IST
  • Share

ગુજરાતમાં નાટ્યાત્મક રીતે નેતૃત્વ પરિવર્તન બાદ આજે થનારા મંત્રી મંડળની શપથવિધિ મુલતવી રાખવી પડી છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે બપોરે 1:30 કલાકે રાજભવનમાં થશે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટમાં 27 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવશે.

મીડિયા રિપોટ્સ મુજબ, ભાજપનું મોવડી મંડળ સમગ્ર મંત્રી મંડળમાં પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. એટલે કે, વિજય રૂપાણીની કેબિનેટમાં સામેલ કોઈ પણ ધારાસભ્યને મંત્રી મંડળમાં જગ્યા નહીં આપવામાં આવે. જેના કારણે પાર્ટીના અનેક નેતાઓ નારાજ જોવા મળી રહ્યાં છે. અસંતુષ્ટોની નારાજગી દૂર કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે.

નવા મંત્રી મંડળની શપથવિધિ અટકવા પાછળ મંત્રી મંડળની યાદી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. ભાજપનું હાઈકમાન્ડ ‘નો રિપીટ થિયરી’ના સિદ્ધાંત મુજબ નવું મંત્રી મંડળ બનાવવા માંગે છે. જો આવું થાય, તો અનેક વરિષ્ઠ નેતાઓના પત્તા કપાઈ જાય. આ સિવાય પેટાચૂંટણી સમયે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા નેતાઓને પણ પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. જેના કારણે કોકડું ગુંચવાયું છે.

એક તરફ ભાજપના અનેક સિનિયર નેતાઓ મંત્રી મંડળમાં પોતાના માણસોને સામેલ કરવા માટે દબાણ કરી રહ્યાં છે. જેના કારણે હવે મામલો દિલ્હીના દરબારમાં પહોંચી ચૂક્યો છે. પાર્ટીના 5 દિગ્ગજ નેતાઓ હું નહીં, તો મારા માણસને સ્થાન મળે, તેવું રટણ કરી રહ્યાં છે. આ માટે તેઓ છેક દિલ્હીના દરબાર સુધી રજૂઆત કરવા માટે લાંબા થઈ ચૂક્યાં છે. આજ રાજકીય ઘમાસાણના કારણે શપથવિધિનો આજનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે.

મંત્રી મંડળમાં ‘નો રિપિટ થિયરી’ ફાઈનલ
નવા મંત્રી મંડળના ગઠનને હવે ગણતરીના કલાકો જ બાકી બચ્યા છે, ત્યારે સિનીયર મંત્રીઓએ પોતાના બંગલા ખાલી કરી દીધા છે. તેઓએ સવારે જ ઑફિસો ખાલી કરી દીધી હતી. જેના કારણે હવે નો રિપિટની થિયરી ફાઈનલ બની ગઈ છે. જો કે પાર્ટીએ તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. જ્યારે બિનજરૂરી ફોનથી દૂર રહેવાની પણ આડકતરી સૂચના આપી દીધી છે. નવા મંત્રી મંડળમાં સામેલ નેતાઓના નામો આજે રાત્રે ફાઈનલ થઈ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો