Why did the soul of Indian cinema equipped with music begin to wither?
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંગીતથી સજ્જ ભારતીય સિનેમાનો આત્મા કેમ મુરઝાવા લાગ્યો?

સંગીતથી સજ્જ ભારતીય સિનેમાનો આત્મા કેમ મુરઝાવા લાગ્યો?

 | 10:00 am IST
  • Share

  • આજકાલ ફિલ્મોના મોટાભાગનાં ગીતો રિમેક હોય છે 

  • હાલના સમયમાં હિન્દી ફિલ્મના સંગીતનું સ્તર કથળતું જાય છે

છેલ્લાં વરસોની ફિલ્મોના ગીતોની યાદી જોવામાં આવે તો સુપરહિટ સોંગનું ટેગ જૂનાં અથવા રિમિક્સ ગીતના નામે લખાયેલું જોવા મળશે, એકાદ બે કિસ્સામાં આવું બને તો સહજ વાત છે પણ દરેક ફ્લ્મિોમાં આવું થવા લાગે તો નવા સંગીતની આશા કોની પાસે રાખવી?

હિન્દી સિનેમાની વૈશ્વિક ઓળખમાં મહત્ત્વનું પરિબળ સંગીત રહ્યું છે, પરંતુ હવે મ્યુઝિક આલબમથી લઈને ફ્લ્મિોમાં ગીતો આવે છે પણ મોટાભાગનાં રિમેક હોય છે. સૂર્યવંશીમાં ચાર ગીત છે. જેમાંથી બે જૂની ફિલ્મોના છે. ટીપ ટીપ બરસા ગીત અક્ષય કુમારની મોહરા ફિલ્મનું છે. આયલા રે આયલા અક્ષયની ખટ્ટા મીઠ્ઠા ફિલ્મનું છે. 2021ના વરસમાં ફ્લ્મિોમાં અને મ્યુઝિક આલબમમાં રિલીઝ થયેલાં ગીતોમાંથી મહત્તમ જૂની આવૃત્તિને નવો તાલ આપવામાં આવ્યો છે.  

આ વરસે રિલીઝ થનારી ફ્લ્મિોની સંખ્યા ઓછી છે, પરંતુ આ વર્ષે જૂનાં ગીતોનું રિક્રિએશન બહુ થયું છે. 2004ના વરસમાં આવેલું લેટ ધ મ્યુઝિક પ્લે થીમને રિક્રિએટ કરીને જાહ્નવી કપૂરની રૂહી ફ્લ્મિમાં રજૂ કરવામાં આવ્યું હતું. જ્હોન અબ્રાહમ, ઈમરાન હાશ્મી અને કાજલ અગ્રવાલની મુંબઈ સાગામાં લુટ ગયે ગીત રાખવામાં આવ્યું હતું. જે 1983માં નુસરત ફ્તેહ અલી ખાને ગાયું હતું. જોકે ફ્લ્મિમાં આ ગીતને રજૂ કરવામાં આવ્યું એ પહેલાં જુબીન નોટિયાલના મ્યુઝિક વીડિયોમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સલમાન ખાનની રાધે ફ્લ્મિનું સીટી માર સોંગ અલ્લુ અર્જુનની સાઉથ ફ્લ્મિ ડીજેમાંથી તૈયાર કરવામાં આવ્યું હતું. અર્જુન કપૂરની ફ્લ્મિોને હિટ કરવા માટે ખુદ બોની કપૂર કમર કસે તો પણ ગાડીને પાટે ચડાવવી મુશ્કેલ છે. અર્જુનની ઓટીટી પ્લેટફેર્મ પર રજૂ થયેલી સરદાર કા ગ્રાન્ડસન ફ્લ્મિના જી ની કરદા અને મેં તેરી હો ગયી સોંગ અન્ય મ્યુઝિક આલબમમાંથી લેવામાં આવ્યાં હતાં. શિલ્પા શેટ્ટીની કમબેક ફ્લ્મિ હંગામા 2ની કોઈ યાદગીરી રહેશે તો એ અક્ષય કુમાર, શિલ્પાની મૈં ખિલાડી તૂ અનારી ફ્લ્મિના ચુરા કે દિલ મેરા ગીતનું રિમેક સોંગ. અજય દેવગનની ભુજ ધ પ્રાઈડ ઓફ્ ઈન્ડિયા ફ્લ્મિમાં ઝાલીમા કોકા કોલા આઈટમ સોંગ રાખવામાં આવ્યું હતું. આ સોંગ 1986ના વરસમાં આવેલી પાકિસ્તાની પંજાબી લેંગ્વેજ ફ્લ્મિ ચન તે સૂરમાનું રિક્રિએશન હતું. અક્ષય કુમારની બેલ બોટમનું સખિયાં પંજાબી સોંગમાંથી રિમેક કરવામાં આવ્યું હતું. સન્ની કૌશલ અને રાધિકા મદાનની શિદ્દત ફ્લ્મિનું અંખિયા ઉડીક સોંગ 1993ની નુસરત ફ્તેહ અલી ખાનની કવ્વાલી પરથી તૈયાર કરવામાં આવ્યું હતું. વિદ્યુત જામવાલ, રુક્મિણી મૈત્રાની સનક ફ્લ્મિમાં 1996માં આવેલી અગ્નિસાક્ષી ફ્લ્મિનું ઓ યારા દિલ લગાના ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  

જ્હોન અબ્રાહમની આગામી ફ્લ્મિ સત્યમેવ જયતે-2માં ચાર ગીતો છે. જેમાં બે ગીતોને નવા તાલમાં સજાવીને રજૂ કરવામાં આવ્યાં છે. આયુષમાન ખુરાના અને વાણી કપૂરની આગામી ફ્લ્મિનું નામ ચંદીગઢ કરે આશિકી છે. આ નામ પરથી ટાઈટલ ટ્રેક બનાવવામાં આવ્યો છે, જે ઓરિજિનલ જસ્સી સિધુના 2004ના વરસમાં આવેલા આશિકી આલબમનું ગીત છે. એ આર.રહેમાન જેવા દિગ્ગજ સંગીતકારો પણ તેમના જૂનાં ગીતોનો સહારો લેવા લાગ્યા છે. ઓકે જાનુ ફ્લ્મિમાં રહેમાને હમ્મા હમ્મા ગીતને ફરીથી રિક્રિએટ કર્યું હતું. આ વરસે રહેમાને ક્રિતી સેનનની મિમી ફ્લ્મિમાં સંગીત આપ્યું હતું. રહેમાને પણ આઈટમ સોંગનો સહારો લેવો પડે છે. પરમ સુંદરી ગીતને બાદ કરતાં રહેમાન કોઈ ધમાલ ન મચાવી શક્યા.  

આ થવા પાછળ બધું ફાસ્ટ ફાસ્ટ થઈ રહ્યું છે એ પણ જવાબદાર છે. એક મહિનામાં ફ્લ્મિ બનાવીને રિલીઝ કરી દેવી. જૂનાં ગીતોને ખોળીને બેકગ્રાઉન્ડ સ્કોર વધારીને ફ્રીથી ધમધમતાં કરવાં એ આજકાલના મ્યુઝિક કમ્પોઝરની ફેશન બની ગઈ છે. દર્શકોને રિમિક્સ ગમે છે એ હકીકત છે, તેનાથી વિપરીત વાસ્તવિકતા એ છે કે સંગીતકારો પાસે ખજાનો ખૂટવા લાગ્યો છે.  

સંગીત એ ભારતીય સિનેમાની અલાયદી ઓળખ છે. એક સફ્ળ ફ્લ્મિ પાછળ જેટલી મહેનત દિગ્દર્શક, લેખક, અભિનેતાની હોય છે તેટલી જ ફ્લ્મિને લોકપ્રિય બનાવવામાં સંગીતની ભૂમિકા હોય છે. ગાયક, ગીતકાર અને સંગીતકાર ફ્લ્મિના સૌંદર્યને વધારે છે. હાલના સમયમાં હિન્દી ફ્લ્મિના સંગીતનું સ્તર કથળતું જાય છે.   

છેલ્લાં વરસોની ફ્લ્મિોગ્રાફીનાં ગીતોની યાદી તપાસવામાં આવે તો તેમાંથી સુપરહિટ સોંગનું ટેગ જૂનાં અથવા રિમિક્સ ગીતના નામે લખાયેલું જોવા મળશે. એકાદ બે કિસ્સામાં આવું બને તો સહજ વાત છે પણ દરેક ફ્લ્મિોમાં આવું થવા લાગે તો નવા સંગીતની આશા કોની પાસે રાખવી? આ વરસે અનેક ફિલ્મ આલબમની વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાની શેરશાહ ફ્લ્મિે આબરૂ સાચવી લીધી. આશા રાખીએ કે સંગીતકારો જે જૂનાં ગીતોને રિક્રિએટ કરવા ઉતાવળિયા બને છે એવા શાનદાર નવાં ગીતોનું તેઓ સર્જન કરે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો