જાણો, મહાન ભૌતિક વિજ્ઞાની છતાં કયારેય હૉકિંગને કેમ નોબેલ પુરસ્કાર ના મળ્યો - Sandesh
  • Home
  • World
  • જાણો, મહાન ભૌતિક વિજ્ઞાની છતાં કયારેય હૉકિંગને કેમ નોબેલ પુરસ્કાર ના મળ્યો

જાણો, મહાન ભૌતિક વિજ્ઞાની છતાં કયારેય હૉકિંગને કેમ નોબેલ પુરસ્કાર ના મળ્યો

 | 1:54 pm IST

1974ની સાલમાં જ દુનિયાને પોતાની બ્લેક હોલ થિઅરીથી રૂબરૂ કરાવનાર સ્ટીફન હૉકિંગ પોતાની શોધ માટે દુનિયાના કેટલાંક ગણતરીના ભૌતિક વિજ્ઞાનીઓમાંથી એક છે. તેમણે બ્રહ્માંડના કેટલાંય રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો પરંતુ કયારેય તેમને તેમના કામ માટે નોબેલ પુરસ્કાર મળી શકયો નહીં. આવો જાણીએ એવું તો શું થયું…..

નેશનલ જિયોગ્રાફિક મેગેઝીનમાં ‘ધ સાયન્સ ઑફ લિબર્ટી’ના લેખક ટિમોથી ફેરિસના મતે બ્લેક હોલ્સને લઇ સ્ટીફન હૉકિંગની થિયરીના સૈદ્ધાંતિક ભૌતિકીમાં સ્વીકાર કરી લેવાયો છે પરંતુ તેને સાબિત કરવાની કોઇ રીત હજુ સુધી મળી નથી.

ટિમોથી કહે છે કે સમસ્યા એ છે કે તેને સાબિત કરવાની કોઇ રીત છે પણ નહીં. હૉકિંગનો જે સિદ્ધાંત છે તે ખરેખર દેખાય શકે તો તેમને નોબેલ પુરસ્કાર મળી શકતો હતો. પરંતુ આ અબજો વર્ષમાં પણ ના થાત.

ઠીક એ જ રીતે પીટર હિગ્સએ 1964મા જ ‘હિગ્સ બોસૉન’ની ભવિષ્યવાણી કરી હતી. પરંતુ 2012ની સાલમાં જ્યારે યુરોપિયન રિસર્ચ ઑર્ગેનાઇઝેશન CERNએ હિગ્સ બોસૉન (બ્રહ્માંડનો સૌથી મોટો કણ)ના અસ્તિત્વની જાહેરાત કરી. ત્યારબાદ તેમને 2013માં નોબલ પુરસ્કાર આપ્યો, તે પણ ફ્રાંસોઆ આંગલેયાની સાથે.

શું છે બ્લેક હોલ?
બ્લેક હોલ વાસ્તવમાં કોઇ છેદ નથી, આ તો મરેલા તારાઓના અવશેષ છે. કરોડો, અબજો વર્ષો પસાર થયા બાદ કોઇ તારાની જિંદગી ખત્મ થાય છે અને બ્લેક હોલનો જન્મ થાય છે.