why do smartphone explodes and how you can protect yourself
  • Home
  • Technology
  • આ કારણોથી સ્માર્ટફોનમાં થાય છે બ્લાસ્ટ, ભૂલથી પણ ના કરશો આ ભૂલ

આ કારણોથી સ્માર્ટફોનમાં થાય છે બ્લાસ્ટ, ભૂલથી પણ ના કરશો આ ભૂલ

 | 3:51 pm IST

ઘણી વખત એવા સમાચાર સાંભળવામાં આવે છે કે સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થઈ ગયો અથવા પછી ફોન ચાર્જિંગ દરમિયાન તેમા આગ લાગી. તાજેતરમાં એક વધુ આવા સમાચાર આવ્યા હતા જેમાં આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં મોબાઇલ પર વાતચીત દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતુ.

સમાચાર મુજબ, જે સમયે વ્યક્તિ ફોન પર વાત કરતી હતી તે સમયે મોબાઇલ ચાર્જિંગ પર મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન અચાનક વોલ્ટેજ વધી જતા મોબાઇલ ફોનમાં આગ લાગી. આવા બનાવોથી બચવા માટે યુવાનોને કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. આવો જાણીએ ખાસ વાતો જેના પર ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

ઓરિજનલ ચાર્જરથી જ ચાર્જ કરો:
ઘણીવાર વપરાશકર્તાઓ પૈસા બચાવવા સસ્તા ચાર્જર્સ ખરીદી લે છે. વપરાશકર્તાઓને સસ્તા ચાર્જર્સ ખરીદવાનું અવગણવું જોઇએ. વપરાશકર્તાઓએ હંમેશા ઓરિજનલ ચાર્જર જ ખરીદવું જોઇએ છે.

ચાર્જિંગ દરમ્યાન ન કરો ફોનનો ઉપયોગ:
તમને જણાવી દઇએ કે ફોનના ફાટવાનું એક મુખ્ય કારણ ઓવરહિટિંગ છે. ચાર્જિંગનો સમય ફોન માટે આરામ કરવાનો સમય છે. તેથી વપરાશકર્તાઓએ આ સમયે ચાર્જ થવા દેવો જોઇએ. આ દરમિયાન ન ફોન પર રમત રમવી જોઇએ કે ન તો વાત કરવી જોઇએ. જો શક્ય હોય તો ફોન સ્વિચ ઓફ કરી ચાર્જ કરો.

તળકામાં ન રાખો ફોન:
ફોનને એવી કોઈ જગ્યા પર ના મુકો જ્યાં સૂરજનો સીધો પ્રકાશ તેના પર પડે. તેનાથી ફોનની બોડી ગરમ થઇ જશે, જેનાથી ફોન ઓવરહિટ થશે. જેથી ફોન ફાટવાનું જોખમ રહે છે.

જીપીએસ એપ્લિકેશનથી થાય છે ફોન હીટ:
ઘણી એવી એપ્લિકેશન્સ છે જે ફોનને ગરમ કરે છે. તેમાં મોટાભાગની એપ્લિકેશન્સ જીપીએસ નેવિગેશન સાથે સામેલ છે. ફોનમાં ગૂગલ મેપ્સ, ઉબેર, ઓલા જેવા જીપીએસ સ્થાનો આધારિત એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી ફોન ઓવરહિટ થાય છે.

ફોનને આખી રાત ન કરો ચાર્જ:
ઘણા લોકો એવા હોય છે જે ફોનને આખી રાત ચાર્જિંગ પર રાખે છે. આમ કરવું તેમના માટે જોખમી પુરવાર થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન