Why do the couples choose to day for the conceive
  • Home
  • Featured
  • કંસીવ કરવા માટે આ દિવસ જ કેમ પસંદ કરે છે કપલ્સ?

કંસીવ કરવા માટે આ દિવસ જ કેમ પસંદ કરે છે કપલ્સ?

 | 4:08 pm IST

જો આ સમયે તમે બાળક માટે વિચારી રહ્યા છો તે કદાચ આ દિવસને બેસ્ટ માનવામાં આવે છે. પ્રેગનેન્ટ થવા માટે સૌથી બેસ્ટ સમય માનવામાં આવે છે. ડેટા મુજબ, 2 જાન્યુઆરીની રાત 10.36નો ટાઇમ આા વર્ષમાં કંસીવ કરવાનો સૌથી બેસ્ટ કોમન સમય હોય છે.

એટલું જ નહીં, 2 જાન્યુઆરીએ નૈશનલ બેબી મેકિંગ ડે પણ કહેવામાં આવે છે. કારણકે યુકેના અધિકારિક આંકડા મુજબ વધારે લોકોનો જન્મ 26 સપ્ટેમ્બર હોય છે. જે 38 અઠવાડિયા બાદ આવે છે. ખાસ કરીને પ્રેગનેન્સી 38 અઠવાડિયાની હોય છે. ફર્ટિલિટી એક્ષપર્ટની માનીએ તો 2 જાન્યુઆરીનો સમય બેબી મેકિંગ માટે ઘણા કારણોથી વઘારે ઉપયુક્ત હોય છે.

એક ચેનલે 2139 કપલ્સ પર એક પોલ કરાવ્યો હતો. તેમા પેરેન્ટસે જણાવ્યું કે 2 જાન્યુઆરીએ તે એટલા માટે બેબી મેકિંગ માટે પસંદ કરે છે. કારણકે તેનાથી તેના બાળકોનો જન્મ સપ્ટેમ્બરમાં થશે. 27 ટકા પેરેન્ટ્સે કહ્યું કે તે ઇચ્છે છે કે સ્કૂલમાંલ તેમનુ બાળક મોટી ઉંમરના વિદ્યાર્થીઓમાં સામેલ થાય.

કેટલાક હરીફોએ જણાવ્યું કે આ જ સમય હોય છે કે જ્યારે તે પાર્ટી અને ડ્રિકિંગ કરે છે. કામ પર પરત ફરવા માટે તે તેમના પાર્ટનર સાથે રોમાન્સ કરવા માંગે છે. કેટલાક કપલ્સે માન્યું કે સામાન્ય દિવસના મુકાબલે ક્રિસમસ દરમિયાન તે વધારે લવમેકિંગ કરે છે.

73 ટકા લોકોએ દાવો કર્યો છે કે આ દરમિયાન તેમની પાસે વધારે સમય હોય છે. જ્યારે 48 ટકા ક્રિસમસના જશ્નના કારણથી ખુશ રહે છે. 28 ટકા લોકોએ માન્યું કે આ દરમિયાન તે તેમના પાર્ટનરથી વધારે નજીક હોય તેવો અનુભવ કરે છે. 36 ટકા લોકોએ કહ્યું કે વધારે ડ્રિંકના કારણે તે વધારે લવમેકિંગ કરે છે.

5લોકોમાંથી એક એ કહ્યું કે તે ક્રિસમસના જશ્નમાં મશગૂલ રહે છે અને બેબી ટ્રાય કરવાનો નિર્ણય કરે છે. કેટલાક લોકો ભેટ તરીકે પ્રેગનેન્સી ઇચ્છે છે. 8 ટકા લોકોએ આ સર્વેમાં એવું પણ કહ્યું છે કે તેમના પાર્ટનરને ક્રિસમસ દરમિયાન પ્રપોઝ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન