Why do you spoil our boy And mother and Son Beat The College Girl
  • Home
  • Gujarat
  • કોલેજમાં ભણતી યુવતીને ગ્રામજનોએ કહ્યું-‘તુ આડા સંબંધો રાખી છોકરાઓને કેમ બગાડે છે’

કોલેજમાં ભણતી યુવતીને ગ્રામજનોએ કહ્યું-‘તુ આડા સંબંધો રાખી છોકરાઓને કેમ બગાડે છે’

 | 4:03 pm IST

પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી અને કોલેજમાં ભણતી ડભાણની એક યુવતી પર ગામના બે ઈસમો દ્વારા તુ અમારા છોકરાને કેમ બગાડું છું, તેમ કહી સોટીથી ઢોર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના બનાવે સમગ્ર ગામમાં ચકચાર મચાવી દીધી છે. આ અંગે યુવતીએ બંને વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડભાણમાં રહેતી એક યુવતી ગઈકાલે સાંજના સુમારે ઘરે એકલી હતી તે દરમિયાન ગામના કોકીલાબેન રાજુભાઈ પરમાર અને તેમનો પુત્ર મિતુલ તેના ઘરે ગયા હતા અને તુ અમારા છોકરા લાલુને કેમ બગાડું છું તેમ કહી સાઈડમાં પડેલી લાકડીની સોટીથી ઢોર માર માર્યો હતો. જો કે આસપાસના સ્થાનિકોએ સ્થળે દોડી આવતા યુવતીને વધુ મારમાંથી છોડાવી હતી. જો કે બંને ઈસમો જતા જતા યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા.

જેથી યુવતીએ બંને વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ જણાવ્યું હતું કે લાલાભાઈ દૂધ મંડળીમાં કામ કરતા હોવાથી અવારનવાર તેમના વિસ્તારમાં આવતા હોવાથી હસતા બોલતા હોય છે પણ આ અંગે કોઈ ઈસમે ચઢવણી કરતા સમગ્ર બનાવ બનવા પામ્યો હતો.

આ વીડિયો પણ જુઓ : ગોવામાં ટ્રેનિંગ દરમિયાન MIG 29K ક્રેશ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન