OMG! આ કારણોસર રાની નથી કરતી દીકરી અદિરાનો ફોટો શેર... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • OMG! આ કારણોસર રાની નથી કરતી દીકરી અદિરાનો ફોટો શેર…

OMG! આ કારણોસર રાની નથી કરતી દીકરી અદિરાનો ફોટો શેર…

 | 3:58 pm IST
  • Share

કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર અલી ખાન હોય કે શાહિદ કપૂરની દીકરી મિશા હોય, તેમના ફોટો જ્યારે પણ તેમની ફેમિલી દ્વારા પોસ્ટ કરવામાં આવે છે કે લીક થાય ત્યારે એ તરત જ વાઇરલ થઈ જાય છે. જોકે કરીના અને મીરા રાજપૂત કરતાં પહેલાં મમ્મી બનનાર રાની મુખરજીએ હજી સુધી તેની દીકરી અદિરાનો ફોટો શેર નથી કર્યો.

આ વિશે રાની કહે છે, ‘અદિરાનો ફોટો જાહેરમાં આવે એનાથી મને કોઈ ફરક નથી પડતો, પરંતુ મને નથી લાગતું કે તેના પપ્પા કમ્ફર્ટેબલ હશે. આદિ અને હું બન્ને એક જ છીએ અને મારે તેની પ્રાઇવસીનો પણ રિસ્પેક્ટ કરવો પડે છે. હું એક સેલિબ્રિટી છું અને મને ખબર છે કે અદિરા જ્યારે પણ બહાર નીકળશે ત્યારે તેનો ફોટો ક્લિક કરવામાં આવશે જ.

આ સાથે રાનીએ દિકરીના ફોટાને લઇને વધુમાં જણાવ્યુ હતુ કે, મને અદિરાનો ફોટો મારા ફેન્સ સાથે શેર કરવાનું ગમશે, પરંતુ આદિને લાગે છે કે આ ખૂબ જ જલદી છે. હું તેને ઘણી વાર કહું છું કે અદિરા જ્યારે પણ સ્કૂલ જશે કે બહાર જશે ત્યારે તેનો ફોટો ક્લિક કરવામાં આવશે. જોકે આદિને આ માટે સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે, રાની મુખર્જીએ મુંબઈમાં આવેલી બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો. પુત્રીને જન્મ આપ્યા બાદ રાનીએ કહ્યું હતું કે, તે પોતાના ચાહકો તથા શુભેચ્છકોનો આભાર માને છે. ભગવાને તેને અદિરા આપીને જીવનની સૌથી મોટી ગીફ્ટ આપી છે. તે જીવનનાં આ નવા અધ્યાયથી ઘણી જ ખુશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન