જાણો 15 ઓગસ્ટે PM અને 26મી જાન્યુઆરીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે ? - Sandesh
  • Home
  • Independence Day
  • જાણો 15 ઓગસ્ટે PM અને 26મી જાન્યુઆરીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે ?

જાણો 15 ઓગસ્ટે PM અને 26મી જાન્યુઆરીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે ?

 | 3:14 pm IST

ભારતના સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટે દેશના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. જ્યારે કે, 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દિલ્હીમા ધ્વજ ફરકાવે છે. આજે 26મીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ રાજપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે તમને જરૂરથી એવુ થતું હશે કે આવું કેમ. 15મીએ વડાપ્રધાન અને 26મીએ કેમ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. આ સવાલનો જવાબ જાણવાનું તમને જરૂર ગમશે.

સ્વતંત્રતા દિવસ પર પોલિટિકલ હેડ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. દિલ્હીમાં હિસ્ટોરિક લાલ કિલ્લા પર વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. આ દિવસે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરતા નથી. કારણ કે, તે સંવિધાનિક હેડ છે અને 1950 સુધી ભારતનું બંધારણ પણ ઘડાયું ન હતું અને કોઈ રાષ્ટ્રપતિ પણ બન્યા ન હતા. તેથી સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન જ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે.

જ્યારે કે, ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી, 1950ના રોજ ઘડાયું હતું. આ દિવસે ભારત પાસે બંધારણીય પ્રમુખ હતા, જે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કહેવાયા હતા. ત્યારથી દર 26મી જાન્યુઆરીએ ભારતના બંધારણીય પ્રમુખ એટલે કે, રાષ્ટ્રપતિ જ રાજપથ પર ત્રિરંગો લહેરાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો