ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત ભારત માટે સારા સમાચાર - Sandesh
  • Home
  • Featured
  • ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત ભારત માટે સારા સમાચાર

ડૉનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉનની મુલાકાત ભારત માટે સારા સમાચાર

 | 5:30 pm IST

ભારતે સિંગાપુરમાં ગઈ કાલે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની મુલાકાતનું સ્વાગત કર્યું છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, મુલાકાતના પરિણામે ઉત્તર કોરિયામાં સ્થાયી શાંતિનો માર્ગ મોકળો બનશે. નવી દિલ્હીએ આ મુલાકાતને ખુબ સમારાત્મક પહેલ ગણાવી હતી.

આ મુલાકાતને લઈને ભારતની ઉત્સુકતા વિદેશ મંત્રાલયની પ્રતિક્રિયામાં નજરે પડે છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમે આશા કરીએ છીએ કે, કોરિયાઈ પ્રાયદ્વીપના મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવશે અને ભારતના પાડોશમાં વિસ્તારીત પ્રસાસ સંબંધો વોષે પન અમારી ચિંતાઓને ધ્યાનમાં રાખવામાં આવશે.

તો શું આપણે મિત્રો છીએ?

ભારત, દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર અને ઉત્તર કોરિયા દુનિયાનો સૌથી અનોખો દેશ. પણ એવું નથી કે ભારત અને ઉત્તર કોરિયા દુશ્મ છે. ટ્રમ્પ-કિમની મુલાકાતના થોડા સપ્તાહ પહેલા જ ભારતે કેન્દ્રીય મંત્રી વી કે સિંહ મારફતે પ્યોંગયોંગ સાથે સંપર્ક કર્યો હતો. 1998 પછી આ પહેલી સૌથી મોટી મુલાકાત હતી. વિદેશ મંત્રાલયે વી કે સિંહની મુલાકાત બાદ ઉત્તર કોરિયાને ‘ફ્રેંડલી કંટ્રી’ ગણાવ્યું હતું.

ભૂતકાળમાં પણ ઉભી થયી છે મુશ્કેલીઓ

ભૂતકાળમાં ભારતે પાકિસ્તાનને પરમાણું ટેકનિક વેચવા અને યૂએનના પ્રતિબંધો માટે વોટ કરવા દોષિત ઠેરાવ્યું હતું. હવે ભારત આશા રાખી શકે છે કે પરમાણું નિરસ્ત્રીકરણ ઉત્તર કોરિયા, ચીન અને પાકિસ્તાન વચ્ચે થયેલા કામનો પર્દાફાશ કરવામાં મદદરૂપ થશે, જે પાકિસ્તાન મિસાઈલ રેસ માટે તૈયાર કરવામાં સૌથી વધારે જવાબદાર છે.

ભારતે મદદ કરી હતી

ભારત અનેક મોરચે ઉત્તર કોરિયાની મદદ કરી ચુક્યું છે. ભારતે ઉત્તર કોરિયાના મિલિટરી ઓફિસર્સ, ટેકનિકલ જ્ઞાન, રાજદ્વારીઓને ટ્રેંડ કરવામાં મદદ કરી છે. તેવી જ રીતે જ્યારે પણ ઉત્તર કોરિયામાં કોઈ કુદરતી હોનારત સર્જાઈ છે ત્યારે ભારત મદદ માટે પહોંચ્યું છે.

પ્રતિબંધો ઘટાડવામાં આવ્યા ત્યાં સુધી ભારત ઉત્તર કોરિયા માટે ત્રીજો સૌથી વ્યાપારીક ભાગીદાર હતો. જોકે હજી પણ ઘણા પ્રતિબંધો યથાવત જ છે, પરંતુ કોઈ પણ તકને ભારત હાથમાંથી જતી કરવા નથી માંગતું.

સિંગાપોર સમિટનો એક ફાયદો એ પણ છે કે, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના સીધા સંબંધો ચીનના પ્રભાવને કંઈક અંશે ઓછો કરશે. જોકે આ અસર પૂર્ણકાલિન છે.