Why every year is celebrated on 19 August World Photography Day?
  • Home
  • World
  • દર વર્ષે 19 ઓગષ્ટે કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે, જાણો તેના પાછળની સચ્ચાઈ

દર વર્ષે 19 ઓગષ્ટે કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે, જાણો તેના પાછળની સચ્ચાઈ

 | 12:44 pm IST

આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે. દુનિયાભરના ફોટોગ્રાફર આજના દિવસને સેલિબ્રેટ કરી રહ્યાં છે. દર વર્ષે 19 ઓગષ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડે ખુબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે તે બધા ફોટોગ્રાફર્સને સમર્પિત છે જેમણે પોતાની કલાથી દુનિયાની સુંદરતાને કેમેરામાં ઉતારી છે. આજના સમયમાં ફોટોગ્રાફી થકી આપણે સરળતાથી આપણી જિંદગીની ખાસ પળોને કેમેરામાં કેદ કરીએ છીએ. પરંતુ શુ તમે જાણો છો કે ફોટોગ્રાફીની શરૂઆત કોણે કરી હતી? અને કેમ 19 ઓગષ્ટે જ ફોટોગ્રાફી ડે મનાવવામાં આવે છે?

ઈતિહાસકારો મુજબ આજથી 180 વર્ષ પહેલા 9 જાન્યૂઆરી, 1839એ ફોટોગ્રાફીની શરૂઆત થઈ હતી. જાન્યુઆરી 1839એ જોસેફ નાઈસફોર અને લુઈસ ડોગેર નામનાં 2 વૈજ્ઞાનિકોએ ડોગરોટાઈપ પ્રક્રિયાનો આવિષ્કાર કર્યો હતો. ડોગરોટાઈપ ટેકનીક ફોટોગ્રાફીની પ્રથમ પ્રક્રિયા હતી. આ આવિષ્કારની ઘોષણા 19 ઓગષ્ટ 1839એ ફ્રાન્સની સરકારે કરી હતી. તેની યાદમાં દુનિયાભરમાં 19 ઓગષ્ટે World Photography Day મનાવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ફોટોગ્રાફીની લોકપ્રિયતા વર્ષ 2010થી વધવાની શરૂ થઈ હતી.

વર્ષ 2010માં ઓસ્ટ્રેલિયાના એક ફોટોગ્રાફરે આ દિવસ વિશે દુનિયાભરમાં જાગૃકતા ફેલાવવાની શરૂ કરી. તેમણે પોતાના બધા સાથીયોની મદદથી દુનિયાભરમાં આ દિવસનો પ્રચાર-પસાર કર્યો. તેમણે 270 ફોટોગ્રાફરની સાથે મળીને તેમની તસ્વીરોને ઓનલાઈન ગેલેરી દ્વારા લોકોની સામે જાહેર કરી. આ ઓનલાઈન ગેલેરીને લોકોએ ખુબ પસંદ કરી. જે બાદ તેનો ટ્રેન્ડ વધવા લાગ્યો અને દર વર્ષે ફોટોગ્રાફી ડેના દિવસે આવી જ ઓનલાઈન ગેલેરી બનવા લાગી.

આ Video જુઓ: દર્શન કરો રાજસ્થાનના દેવસોમનાથ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન