why friendship day celebrated on first sunday of August? Know the answer
  • Home
  • Featured
  • ફ્રેન્ડશિપ ડે માટે ઓગસ્ટ અને રવિવાર જ કેમ પસંદ કરાયા પાછળ છે આ કારણ

ફ્રેન્ડશિપ ડે માટે ઓગસ્ટ અને રવિવાર જ કેમ પસંદ કરાયા પાછળ છે આ કારણ

 | 11:17 am IST
  • Share

આ વર્ષે 5 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવશે. ફ્રેન્ડ્સ માટે આ દિવસ બહુ જ ખાસ હોય છે. માત્ર મિત્રો જ નહિ, પરંતુ દરેક એ સંબંધ જ્યાં મિત્રતા જોવા મળે છે તે તમામ માટે આ દિવસ ઉજવવો ખાસ બની રહે છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે જ ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. પરંતુ તમે ક્યારેય એવું વિચાર્યું છે કે, ફ્રેન્ડશિપ ડે માટે ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર જ કેમ પસંદ કરવામાં આવે છે. અન્ય કોઈ મહિનો કે દિવસ કેમ પસંદ નથી કરાયો. રવિવાર પાછળ શું મુખ્ય કારણ છે. તો આજે આ રોચક જવાબ પણ જાણી લો.

આવી રીતે શરૂ થયો હતો ફ્રેન્ડશિપ ડે…
ઈતિહાસકારોની માનીએ તો, પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ દુનિયાભરમાં દુશ્મની બહુ જ વધી ગઈ હતી. લોકો એકબીજાના દુશ્મન બની ગયા હતા. લોકોના અંદર નફરત વધી રહી હતી. દર બીજા દિવસે નવી ઘટના આકાર લઈ લેતી હતી. આ જોઈને અમેરિકાની સરકારે તે સમયે એક એવા દિવસની જાહેરાત કરી, જે દુનિયારમાં શાંતિનો મેસેજ લઈને આવે. વર્ષ 1935માં ફ્રેન્ડશિપ ડેને પહેલીવાર સેલિબ્રેટ કરાયો હતો. બસ ત્યારથી આ ખાસ દિવસની શરૂઆત થઈ. અમેરિકાની સરકારે જાહેર કર્યું હતું કે, દર વર્ષે ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારને ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવવામાં આવશે.

અન્ય એક ઈતિહાસ આ પણ છે…
એક અન્ય તથ્ય અનુસાર, પહેલીવાર 1935માં નહિ, પરંતુ 1930માં ફ્રેન્ડશિપ ડે ઉજવાયો હોવાનું કહેવાય છે. હોલમાર્ક કાર્ડ કંપનીના માલિક જોયસ હોલે વર્ષ 1930માં એક ગ્રીટિંગ કાર્ડ દ્વારા લોકોને ફ્રેન્ડશિપના અભિનંદન આપ્યા હતા. પરંતુ મોટી સંખ્યામાં લોકોએ તેની મજાક ઉડાવી હતી, અને કોઈએ તેને ગંભીરતાથી લીધા ન હતા.

UNESCOની પહેલ
વર્ષ 1997માં UNESCO એ મિત્રતાના આ દિવસને સાર્વજનિક રૂપ આપીને બધાને સેલિબ્રેટ કરવાનું જાહેર કર્યું હતું. ત્યારથી લઈને દર ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે ઉજવવામાં આવે છે. UNESCO દ્વારા આ દિવસની જાહેરાત કરવાનો હેતુ દુનિયાભરમાં મિત્રતાના માધ્યમથી શાંતિ લાવવાનો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો