શા માટે અનંત ચૌદશના દિવસે જ થાય છે ગણેશ વિસર્જન ? - Sandesh
  • Home
  • Astrology
  • શા માટે અનંત ચૌદશના દિવસે જ થાય છે ગણેશ વિસર્જન ?

શા માટે અનંત ચૌદશના દિવસે જ થાય છે ગણેશ વિસર્જન ?

 | 10:16 am IST

વિધ્નહર્તા દેવના દસ દિવસના ગણેશોત્સવની ભાવભેર ઉજવણી બાદ આજે તેમનું વિસર્જન કરવામાં આવશે. ગણેશજી આદિદેવ તેમજ પ્રથમ પૂજનીય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત ગણેશજીના પૂજનથી જ કરવામાં આવે છે. તેમની પૂજા ન કરવી એટલે સંકટને આમંત્રણ, ગજાનન તેમના ભક્તોને સંકટથી બચાવે છે એટલા માટે જ તેમનું એક નામ વિધ્નહર્તા પણ છે. આવા વિધ્નહર્તા દેવનું આજે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવશે ત્યારે આજે જાણીએ કે કયા કારણથી તેમનું વિસર્જન અનંત ચૌદશના દિવસે જ થાય છે.

અનંત ચૌદશનું મહત્વ
વેદ વ્યાસે ભાદરવા માસની ચોથી ચૌદશ સુધી ગણેશજીને ભાગવત કથા સંભળાવી હતી જેને ગણેશજીએ પોતાના દાંતથી લખી હતી. 10 દિવસ સુધી સતત ભાગવત લખાવ્યા પછી જ્યારે વેદ વ્યાસે આંખ ખોલી તો જાણ્યું કે સખત મહેનતના કારણે ગણેશજીના શરીરનું તાપમાન વધી ગયું છે. વેદ વ્યાસ તુરંત ગણેશજીને કુંડ નજીક લઈ ગયા અને તેમના શરીરને ઠંડુ કર્યું. ત્યારપછીથી દર વર્ષે ચોથના દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ચૌદશના દિવસે તેમના શરીરને ઠંડું કરવા તેમને જળમાં વિસર્જિત કરી દેવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન ગણપતિ જળ તત્વના અધિપતિ છે એટલા માટે પણ અનંત ચૌદશના દિવસે પૂજા કરી તેમને પાણીમાં વિસર્જિત કરવામાં આવે છે. જો કે ચોથ અને ચૌદશ ગણેશજીની પ્રિય તિથી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન