IPL-2018: શા માટે હાર્દિકે પોતાની માતાને જુઠું બોલવું પડતું હતું?, જુઓ વિડીયો - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: શા માટે હાર્દિકે પોતાની માતાને જુઠું બોલવું પડતું હતું?, જુઓ વિડીયો

IPL-2018: શા માટે હાર્દિકે પોતાની માતાને જુઠું બોલવું પડતું હતું?, જુઓ વિડીયો

 | 9:43 am IST

ભારતીય ટીમને મસ્તમૌલા ખેલાડી હાર્દિક પંડ્યા પોતાના બાળપણથી જ વાળોને રંગ લગાવવાનો શોખીન હતો. જેના માટે તે પોતાની મમ્મીને અને પોતાના કોચને બહાના કાઢતો હતો. હાર્દિક પોતાની સ્ટાઇલના કારણે ઘણો ચર્ચામાં રહે છે. હાલમાં પોતાના શોખ અંગે ખુલાસો કર્યો છે. હાર્દિક પંડ્યાનો IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી એક વિડીયો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ છે જેમાં તેના બાળપણની વાતો કરવામાં આવી રહી છે.

આ વિડીયોમાં તેણે કહ્યુંકે, તે શરૂઆતથી જ અલગ હતો, 11 વર્ષની ઉંમરમાં તેને પોતાના વાળને રંગ લગાવ્યો હતો અને જેના માટે તેની માતાએ તેને ઠપકો પણ આપ્યો હતો અને માર્યો પણ હતો. આ ઉપરાંત તેણે કહ્યું કે, તેના વાળના રંગના લીધે તેના કોચ પણ તેના પર ગુસ્સે થતાં હતાં પરંતુ તેમને તે એમ કહેતો કે, વાળ કપાવવા ગયો ત્યારે કલર મારા ઉપર પડ્યો હતો.

24 વર્ષનો હાર્દિક પંડ્યા ભારત તરફથી 6 ટેસ્ટ અને 38 વનડે રમ્યો છે અને સાથે જ તેને 30 જેટલી ટી-20 મેચ પણ રમ્યો છે. પોતાના બાળપણ અંગે વાત કરતાં ગુજરાતના હાર્દિક પંડ્યાએ કહ્યુંકે, તે તેના ભાઇ સાથે પણ ઝઘડો કર્યા કરતો હતો અને મમ્મીને ખૂબજ હેરાન કરતો હતો. બંને ભાઇઓ એકબીજાના સારાં દોસ્ત પણ છે.

WWEના ફેન હાર્દિકે કહ્યું કે, હું અને કૃણાલ WWEની ફાઇટ રમતા હતા અને આ દરમિયાન અમે ઘરના ઘણાં પલંગ પણ તોડ્યા છે. અને રમતાં રમતાં અમે બંને સાચેમાં લડી પડતાં હતા. તેમજ પોતાના ગુસ્સા અંગે વાત કરતાં તેણે કહ્યું કે, સમય સાથે શીખ્યો કે ગુસ્સો દરેક વાતનું સમાધાન નથી. જીવનમાંમ ગુસ્સાના કારણે નકારાત્મકતા આવી જાય છે. જેનાથી લોકોને પણ દુ:ખ થાય છે.