Why Identify Worm in Paddy?
  • Home
  • Agro Sandesh
  • ડાંગરમાં ગાભમારાની ઈયળને કેમ ઓળખવી? જાણો અહીં વિગતે

ડાંગરમાં ગાભમારાની ઈયળને કેમ ઓળખવી? જાણો અહીં વિગતે

 | 12:00 pm IST

ડાંગરના ગાભમારાની ઈયળનું ફૂદું ૧૨થી ૨૦ મિમી. જેટલી લંબાઈ  અને ૪૦ મિમી. પહોળું હોય છે. આ ફૂદાનો દેખાવ રંગે સૂકા ઘાસ જેવો અને આગળની પાંખ પીળાશ પડતી હોય છે. ઈયળ પીળાશ પડતા સફેદ રંગની સુંવાળી હોય છે. પુખ્ત ઇયળ ૨૫ મિમી. લાંબી થાય છે. ખાદ્યપાકો ડાંગર, કોદરા અને ધરો તેમજ મીઠા નીંદણ વગેરેમાં જોવા મળે છે.

આ ઈયળ ડાંગરના છોડના થડને કોરી વચલા પીલાંને મારી નાખતી હોવાથી  ગાભમારાની ઈયળ કહેવાય છે. ઉપદ્રવ વધતાં પીલાં સુકાઈને સફેદ રંગના દેખાવા લાગે છે.માદાં ઈયળ ડાંગરના છોડની ટોચ પર ૧૦૦થી ૨૦૦ની સંખ્યામાં એક જૂથમાં જ મૂકે છે,ઈંડાં ઉપર પીળા રંગની રુવાંટી હોય છે. એક અઠવાડિયાની ઈંડાં અવસ્થા પૂરી થતાં નીકળેલી ઈયળ એકાદ દિવસ છોડના કૂણાં ભાગને ખાય છે અને તરત જ રાડાને કોચીને અંદર દાખલ થાય છે. ચાર પાંચ અઠવાડિયાં ગાભો ખાઈ અંદર કોશેટો બનાવે છે.

ગાભમારાની ઈયળમાં કુદરતી પરજીવીકરણ થતું હોય છે. હાઈમેનોપ્ટેરા શ્રેણીની કેટલીક પરજીવી અને  પરભક્ષી ભમરીઓ આ કિટકનાં ઈંડાંનો નાશ કરે છે તેનો જૈવ નિયંત્રણમાં ઉપયોગ કરવો જોઈએ. ફૂદી ધરુવાડિયામાં પાનની ટોચ પર જથ્થામાં ઈંડાં મૂકે છે. ધરુ રોપતાં પહેલાં આવાં ઈંડાંનો નાશ થાય તે રીતે ટોચનો ભાગ કાપી નાંખવો. રોપણી પછી આશરે ૨૦ દિવસના અંતરે ૧૦ લિટર પાણીમાં  મોનોક્રોટોફેસ ૩૬ ટકા અથવા ક્વિનાલફેસ ૨૫ ઈસી ૧૨ મિલિ. અથવા ટ્રાયઝોફેસ ૪૦ ટકા ૨૦ મિલિ. દવાનો છંટકાવ કરવો જોઈએ.

  • બળદેવભાઈ પરમાર, ધોળકા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન