Why Indian PM Modi chose Houston of America for Howdy Modi?
  • Home
  • Featured
  • તો શું આ કારણોસર જ પીએમ મોદીએ આખા અમેરિકામાં માત્ર હ્યુસ્ટન પર જ ઉતારી પસંદગી?

તો શું આ કારણોસર જ પીએમ મોદીએ આખા અમેરિકામાં માત્ર હ્યુસ્ટન પર જ ઉતારી પસંદગી?

 | 5:22 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેઓ Howdy Modi કાર્યક્રમમાં ભાગ લેવા આજે હ્યુસ્ટન  પહોંચ્યા છે. અહીં આજે કાર્યક્રમમાં 50,000થી વધુ પ્રવાસી ભારતીયોને શે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેમની સાથે મંચ શેર કરશે. પહેલા જ દિવસે પીએમ મોદીની હાજરીમાં ભારત અને અમેરિકાની એનર્જી કંપનીઓ વચ્ચે LNGને લઈને મોટી ડીલ થઈ.

પરંતુ અમેરિકામાં PM મોદીના આ કાર્યક્રમ માટે હ્યુસ્ટન શહેરની જ કેમ પસંદગી થઈ? આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી અનેક ઉતાર ચઢાવ આવવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ શાં માટે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યાં છે તે જાણવા જેવું છે.

તો એટલે પીએમ મોદીએ હ્યુસ્ટનની પસંદગી કરી

હાઉડી મોદી કાર્યક્રમ હ્યુસ્ટનમાં થઈ રહ્યો છે. તે ટેક્સાસનું એક શહેર છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકી લોકો રહે છે. હ્યુસ્ટન ઉપરાંત ડલ્લાસ પણ ટેક્સાસની પ્રમુખ જગ્યા છે. બંને જગ્યાઓ ટોપ 10 શહેરમાં સામેલ છે. જ્યાં ભારતીય અમેરિકીઓની સંખ્યા ટોપ પર છે.

ઈવેન્ટથી ટ્રમ્પને પણ ફાયદો

અમેરિકામાં આગામી વર્ષે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવવાની છે. આ ઈવેન્ટથી ટ્રમ્પ ભારતીય મૂળના અમેરિકી લોકોને પોતાની તરફ કરવા માંગે છે. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોએ ટ્રમ્પને ટક્કર આપતા હિલેરી ક્લિન્ટનને મત આપ્યો હતો. આ વાત બાદમાં નેશનલ એશિયન અમેરિકન સર્વેમાં સામે આવી હતી. ટ્રમ્પના આ કાર્યક્રમમાં આવવાના નિર્ણયને તેની સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ એ માનીને ચાલશે કે મોદીની સાથે ઊભા રહેવાથી ઈન્ડો-અમેરિકન લોકોનો સાથ તેમને મળી શકે છે.

અમેરિકામાં ભારતીયોનો દબદબો

-લગભગ 30 લાખ ભારતીયોની વસ્તી

– લગભગ 15 લાખ ભારતીય મતદારો

– લગભગ 12.8 લાખ ગ્રીનકાર્ડ ધારકો

– 5 ભારતીય મૂળના સાંસદ

– 12% ભારતીય વૈજ્ઞાનિકો

– નાસામાં 36% ભારતીય વૈજ્ઞાનિકો

– 38% ભારતીય ડોક્ટરો

– માઈક્રોસોફ્ટમાં 34% ભારતીયો

– XEROXમાં 13% ભારતીયો

– આઈબીએમમાં 28% ભારતીયો

– ઈન્ટેલમાં 17% ભારતીયો

આ બાબતો પણ મહત્વની

  • હ્યુસ્ટન ઉર્જાની આંતરરાષ્ટ્રીય રાજધાની છે.
  • અમેરિકામાં તેલ ઉત્પાદનનું તે સૌથી મોટું હબ છે
  • હ્યુસ્ટનમાં દુનિયાનું સૌથી મોટું મેડિકલ સેન્ટર છે
  • અમેરિકામાં ભારતીયો માટે હોટ સ્પોટ છે
  • હ્યુસ્ટનમાં નાસાનું માનવ સ્પેસ ફ્લાઈટ પ્રોજેક્ટ કેન્દ્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન