Why is a red and maroon stripe on the wall considered auspicious?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • લાલ અને મરૂન રંગની પટ્ટી દિવાલ પર કેમ શુભ ગણાય?

લાલ અને મરૂન રંગની પટ્ટી દિવાલ પર કેમ શુભ ગણાય?

 | 7:00 am IST

ફેંગશૂઈ

સાબુ

આજના યુગમાં રાસાયણિક તત્ત્વોનો ઉપયોગ એટલો વધી ગયો છે કે ૯૦ ટકા મનુષ્યો મનોવિકારોના શિકાર છે. દરેક વ્યક્તિ તણાવ, ક્ષુબ્ધતા, વ્યાકુળતા તથા અસ્થિરતાથી ગ્રસ્ત છે. આ સ્થિતિથી નિપટવા માટે અનેક નૈતિક તથા મનોવૈજ્ઞાનિક ઉપદેશકર્તાઓ પણ સામે આવ્યા છે, પરંતુ શું માત્ર ઉપદેશથી પીડા સમાપ્ત થઈ જાય છે? તમે દવાઓ ખાતા રહો, આશ્વાસનોનાં પ્રવચનો સાંભળતા રહો અને દરેક એવી વસ્તુઓનો ઉપયોગ કરતા રહો, જે રોગકારક છે. આવામાં જો પરમાત્મા પણ આવી જાય તો તમે રોગમુક્ત નહીં જઈ શકો. કોઈ લાભ નજરમાં પણ આવશે તો તે તાત્કાલિક હશે.

તમે જે સાબુઓનો ઉપયોગ કરો છો, તે કયા પદાર્થોમાંથી બને છે, તેના વિશે ક્યારેય વિચાર કર્યો છે? બજારમાંથી કોસ્ટિક સોડા (સાબુનું સાર-તત્ત્વ) મંગાવીને એક ચપટી પાણીમાં ભેળવો અને દસ મિનિટ સુધી તેમાં આંગળી નાંખીને પરીક્ષણ કરો. પરિણામથી તમે હબકાઈ જશો, પરંતુ તમે રોજ તેને તમારા માથા તથા ચામડી પર રગડો છો. તમામ શેમ્પૂ આ રીતનાં રસાયણોમાંથી બને છે. કપડાં ધોવાના સાબુમાં તો તેના કરતાં પણ વધારે ક્રિયાશીલ ક્ષારનો ઉપયોગ થાય છે.

ત્યારબાદ જ્યારે વાળ, આંખો તથા ચામડીના વિકારો સામે આવે છે, તો ચિકિત્સક અને સૌંદર્ય વિશેષજ્ઞાોની પાસે જાય છે. પોતાનાં ખિસ્સાં ખાલી કરાવે છે, પરંતુ લાભ નથી થતો. ત્યારબાદ ફરીથી બહુરાષ્ટ્રીય કંપનીઓની જાહેરાતોમાં સમાધાન શોધે છે, જે માત્ર ખોટાં અને લેભાગુ હોય છે.

તેના માટે પ્રાકૃતિક સાધનો માટી, બેસન, દહીં, દૂધ, વનસ્પતિનાં પાંદડાઓનો રસ વગેરેનો ઉપયોગ કરીને જુઓ. કોઈ સાબુ અથવા શેમ્પૂ એવો નિખાર નહીં આપી શકે.

ફેબ્રિક્સ કલર્સ તથા શેપ્સ પટ્ટીઓ  

ઘરની દિવાલ પર લાલ તથા મરૂન રંગના દરેક શેડ્સની પટ્ટીઓ હોય તો તે ખૂબ જ ભાગ્યશાળી છે. મેટાલિક રંગો અથવા સફેદ રંગની પટ્ટીઓ ખૂબ જ દુર્ભાગ્યશાળી હોય છે. બેકગ્રાઉન્ડ વાદળી અથવા કાળુ હોય તો, પટ્ટીઓ ખૂબ જ ભાગ્યશાળી હોય છે. વાદળી પર સફેદ રંગની પટ્ટીઓ ભાગ્યશાળી છે. ઘાટા લીલા પર લીલા કલરની પટ્ટીઓનો અર્થ ‘વધારે કાષ્ઠતત્ત્વ’ છે, માટે તે શુભ છે. કાળા રંગ પર લીલા રંગની અથવા વાદળી રંગની પટ્ટીઓ શુભ હોય છે. લાલ રંગ પર લીલા રંગની પટ્ટીઓનો અર્થ છે સફળતા.

લહેરાતી રેખાઓ  

લહેરાતી લાઈનોમાં વાદળી અને લીલા રંગનું યોગ્ય સંતુલન હોવું જોઈએ. સફેદ બેકગ્રાઉન્ડ હોય તો, ઘાટો વાદળી તથા લીલા રંગની લાઈનો ઉત્તમ છે. લાલ અને નારંગી રંગનુ મિશ્રણ સંતુલિત હોય છે. આ પટ્ટીઓ ચોરસ આકારમાં પણ સારી લાગે છે.

ટપકાં  

મેટાલિક રંગ, ગોલ્ડન, સિલ્વર તથા સફેદ રંગ ટપકાઓ માટે યોગ્ય છે. પૃથ્વીય અથવા સિલેટીયા બેકગ્રાઉન્ડ પર ટપકાં શુભ હોય છે.

ચેક્સ તથા સ્કવેર  

ચેક્સ લાલ તથા પીળા રંગના યોગ્ય હોય છે. તેમાં સફેદ તથા મેટાલિક રંગનું મિશ્રણ પણ સારું લાગે છે. વાદળી તથા કાળા બેકગ્રાઉન્ડ પર શુભ હોય છે. લીલા અને વાદળી રંગના ચેક્સ તથા સ્કવેર ફેંગશૂઈ મુજબ વર્જિત હોય છે.

વાંકી તથા આડી રેખાઓ  

નારંગી, સિલેટીયા તથા ભૂરા રંગની સારી લાગે છે. જો બેકગ્રાઉન્ડ લીલું અથવા ભૂરું હોય તો આ લાઈનો અત્યંત શુભ હોય છે.

ડ્રોઈંગરૂમની સજાવટ  

ફેંગશૂઈ અનુસાર ડ્રોઇંગરૂમ અથવા બેઠક રૂમ ઉ.પ. ખૂણા પર બનાવવો જોઈએ. તે દક્ષિણ અથવા પૂર્વમાં પણ બનાવી શકાય છે. તેને ક્યાં બનાવવો જોઈએ, તેનું નિર્ધારણ ભવન-સ્વામીના તત્ત્વનું નિર્ધારણ કરીને તેના અનુરૂપ કરવું જોઈએ.

ડ્રોઈંગરૂમના કેન્દ્રમાં સોફા અને ટેબલ લગાવતા સમયે એ ધ્યાન રાખવું જોઈએ કે તેનો કોઈ પાયો કેન્દ્ર પર ન પડે. ચીનમાં સજાવટ માટે રંગબેરંગી ઝાલરોનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેનો ફેંગશૂઈ સાથે કોઈ સંબંધ નથી. સજાવટ પોતાની રુચિ અનુસાર કરવામાં આવે છે.  લ્યૂ પાન વડે ડ્રોઈંગ રૂમનાં તત્ત્વોનું નિર્ધારણ કરીને તે તત્ત્વો અનુસાર જે પણ સજાવટ કરવા માંગતા હોવ તે કરો. આ સજાવટના સમયે માત્ર એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પ્રતિકૂળ વસ્તુઓ ત્યાં ન રાખવી જોઈએ.

ડ્રોઈંગ રૂમના રંગોની પસંદગી ત્રણ રીતે કરી શકાય છે – ભવન સ્વામીના તત્ત્વ અનુસાર, ડ્રોઈંગ રૂમના તત્ત્વ (ભવનની સાપેક્ષ)નું નિર્ધારણ લ્યૂ પાનથી કરીને અથવા દિશાઓ મુજબ.

રીડિંગ રૂમની સજાવટ  

રીડિંગ રૂમ, લાઈબ્રેરી વગેરે પૂ.ઉ અથવા પૂર્વમાં બનાવવા જોઈએ. ફેંગશૂઈમાં પૂ.ઉ. એ જ જ્ઞાનનો ખૂણો છે. આ ખૂણાનું તત્ત્વ જળ છે. તે ક્રિયાશીલતા અને વિચારોના પ્રવાહનો ગુણ રાખે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન