why is amavasyaday birth in astrology considered to be inauspicious
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • અમાસના દિવસે જન્મેલ જાતક થાય ખુબજ દુ:ખી, આજીવન સુખ-સમૃદ્ધિ માટે વલખા મારે

અમાસના દિવસે જન્મેલ જાતક થાય ખુબજ દુ:ખી, આજીવન સુખ-સમૃદ્ધિ માટે વલખા મારે

 | 2:36 pm IST
  • Share

હિંદુ ધર્મમાં પ્રત્યેક તિથિનું વિશેષ મહત્વ રહેલુ છે. અમાસ એક એવો દિવસ છે જેને જ્યોતિષશાસ્ત્રમાં ખુબજ અશુભ અને ભારે માનવામાં આવે છે. માન્યતા છે કે અમાસના દિવસે જન્મેલ વ્યક્તિ હંમેશા દુ:ખી રહે છે. આવા જાતકોનું જીવન મુશ્કેલીઓથી ભરેલુ રહે છે.

જ્યોતિષાચાર્યો અનુસાર અમાસની રાત્રીને નકારાત્મક ઉર્જાવાળી માનવામાં આવે છે. અમાસના દિવસે જન્મલેનાર બાળકની કુંડળીમાં દોષ રહે છે. કેમકે આ દિવસે સૂર્ય તેમજ ચંદ્રમાં એક જ સ્થાને હોય છે. હિંદુ કેલેન્ડર અનુસાર દર મહિને અમાસની તિથિ આવે છે. આ દિવસે ચંદ્રમાં સહેજ પણ દેખાતો નથીજેના કારણે અમાસની રાત્રીને કાળરાત્રીનું નામ આપવામાં આવેલ છે.

અમાસના દિવસે જન્મેલા બાળકનું ભવિષ્ય
જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્રમાંને મનનો સ્વામી અને સૂર્યનો આત્મા કારક માનવામાં આવે છે. અમાસના દિવસે સૂર્ય તેમજ ચંદ્રમાં બંને ગ્રહો એક સાથે કુંડળીમાં પ્રવેશ કરે તેને અશુભ માનવામાં આવે છે. જો કોઇ જાતકની કુંડળીમાં પ્રથમ ભાવમાં સુર્ય તેમજ ચંદ્રમાં બીરાજમાન હોય તો તેને માતા-પિતાનું સુખ પ્રાપ્ત થતુ નથી.

જો અમાસના દિવસે જન્મેલ જાતકની કુંડળીના દસમા ભાવમાં સૂર્ય તેમજ ચંદ્રમાં હોય તો આ વાતનો સંકેત આપવામાં આવે છે કે વ્યક્તિનું શરીર બળવાન અને મજબુત હોય છે. આવા જાતક શત્રુ પર વિજય મેળવે છે. સૂર્ય અને ચંદ્રમાં અમાસના દિવસે જન્મેલ જાતકની કુંડળીમાં સાતમા ભાવમાં હોય તો જીવનમાં કેટલીક વાર અપમાનીત થવુ પડે છે.

આવા લોકો ગરીબ રહે છે. જો સૂર્ય અને ચંદ્રમાં અમાસના દિવસે જન્મેલ જાતકની કુંડળીમાં ચોથા ભાવમાં હોય તો આજીવન સુખ માટે વલખા મારતા રહે છે. તેમને કાયમી આર્થિક સમસ્યાઓનો સામનો કરવાનો રહે છે.

જાણો ઉપાય
અમાસના દિવસે જન્મ લેનાર વ્યક્તિના જીવનમાં અનેક સમસ્યાઓ આવતી જ રહે છે આથી કષ્ટોને દૂર કરવા માટે સુર્ય તેમજ ચંદ્રમાં સંબંધીત વસ્તુઓનું દાન કરવુ જોઇએ. સફેદ વસ્ત્ર ધારણ કરવા જોઇએ.

આ વીડિયો જુઓ: દર્શન કરીએ બાપુનગરના દેવ હનુમાનના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન