એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક નુકસાનકારક કેમ ગણાય છે? - Sandesh
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક નુકસાનકારક કેમ ગણાય છે?

એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક નુકસાનકારક કેમ ગણાય છે?

 | 9:45 pm IST

સ્ટીલની ધાતુ કરતાં એલ્યુમિનિયમ ધાતુ નરમ હોય છે તેથી વાસણમાં ચમચો ફેરવતી વખતે એલ્યુમિનિયમ ઉખડે છે અને ખોરાકમાં ભળે છે. એલ્યુમિનિયમ ધાતુ મગજના કોષો પર માઠી અસર કરે છે. થાક લાગે, ખાવાની રુચિ ઘટે, ચક્કર આવે, વગર કારણે શ્રમ લાગે તેથી મગજના આગલા ભાગના કોષો વારાફરથી નાશ પામે છે.

બીજું કારણ એ છે કે, એલ્યુમિનિયમનાં વાસણ બનાવવા માટે ભંગારમાં જે ધાતુ મળી હોય તે ભઠ્ઠામાં પધરાવવામાં આવે છે. ભંગારમાં જસત પણ હોઈ શકે, જસતનો દેખાવ એલ્યુમિનિયમ જેવો જ હોય છે. તેથી પરોક્ષ રીતે તે પણ આમાં આવે છે. આવાં વાસણમાં ખાટા પદાર્થો રાંધવામાં આવે તો તેમાં થોડા પ્રમાણમાં જસત ઓગળે છે અને ખોરાકમાં ભળે છે. આપણું જઠર જસતના આ જથ્થાનો યોગ્ય રીતે નિકાલ કરી શકતું નથી. વધારાનું જસત યકૃતમાં અને થાઇરોઇડ ગ્રંથિમાં તથા મગજના કોષોમાં એકઠું થાય છે અને જ્ઞાાનતંત્રની કાર્યવાહીને ખોરવે છે. તેનાથી યાદશક્તિ નબળી પડે છે. ક્યારેક લકવાનો હુમલો થવાની શક્યતા રહે છે. બને ત્યાં સુધી એલ્યુમિનિયમનાં વાસણોમાં રાંધેલો ખોરાક ખાવાનું ટાળો.