Astrology before worshiping why is it taken the resolution
  • Home
  • Astrology
  • શું તમે જાણો છો પૂજા કરતા પહેલા શા માટે લેવામાં આવે છે સંકલ્પ ?

શું તમે જાણો છો પૂજા કરતા પહેલા શા માટે લેવામાં આવે છે સંકલ્પ ?

 | 10:14 am IST

હિન્દુ ધર્મમાં કોઈ પણ ધાર્મિક કાર્યની શરૂઆત કરતા પહેલા યજમાન પાસે હાથમાં આચમની લઈને તેમાં પવિત્ર જળ રાખીને સંકલ્પ લેવડાવવામાં આવે છે. પૂજામાં આ કાર્યને એક અનિવાર્ય અંગ માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનોનું કહેવુ છે કે જો યોગ્ય રીતે વિધિ-વિધાનથી પૂજા પાઠ કરવામાં આવે તો જે કાર્યમાટે ધાર્મિક કાર્યનુ આયોજન કરવામાં આવ્યુ હોય તે નું સચોટ પરિણામ પ્રાપ્ત થાય છે. આજે અમે આપને જણાવીશું કે આપણા દૈનિક જીવનમાં પણ આપણે કેટલાક સંકલ્પ લેવા જોઈએ જેનાથી આપણને સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે.

કહેવાય છે કે જો પૂજા કરતા પહેલા સંકલ્પ ન કરવામાં આવે તો પૂજા રહે છે અધૂરી. એવી માન્યતા છે કે સંકલ્પ વિના કોઈ પણ પૂજા કરવામાં આવે તેનું તમામ ફળ દેવરાજ ઈન્દ્રને પ્રાપ્ત થાય છે. એટલે હંમેશા પૂજા કરતા પહેલા સંકલ્પ કરવો જોઈએ. પછી જ પૂજા અર્ચના કરવી જોઈએ.

શાસ્ત્રો અનુસાર સંકલ્પ લેવાનો અર્થ છે ઇષ્ટદેવ અને સ્વયંને સાક્ષી રાખીને કરવામાં આવતો સંકલ્પ. સંકલ્પમાં કહેવામાં આવે છે કે આપણે આ પૂજન વિભિન્ન મનોકામનાની પૂર્તિ માટે કરી રહ્યા છીએ અને આ પૂજનને અવશ્ય પૂર્ણ કરીશુ.

કહેવાય છે કે સંકલ્પ લેતા સમયે હાથમાં જળ લેવામાં આવે છે અને ભગવાન ગણેશજીનું ધ્યાન ધરવામાં આવે છે. કેમકે આ સમગ્ર સૃષ્ટીમાં પંચમહાભૂત (અગ્ની, પૃથ્વી, આકાશ, વાયુ અને જળ)માં ભગવાન ગણપતિને જળ તત્વના અધિપતિ છે. આ જ કરાણે શ્રી ગણેશજીને સામે રાખી સંકલ્પ લેવામાં આવે છે. શ્રી ગણેશની કૃપાથી પૂજન કર્મ કોઈ વિધ્ન વગર સંપન્ન થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન