Why is Rohit Sharma on December 13 special, know this is the reason
  • Home
  • Sports
  • Cricket
  • કેમ રોહિત શર્મા માટે 13 ડિસેમ્બર છે ખાસ, જાણો આ છે કારણ

કેમ રોહિત શર્મા માટે 13 ડિસેમ્બર છે ખાસ, જાણો આ છે કારણ

 | 1:53 pm IST

 

ક્રિકેટની દુનિયામાં હિટમેનના નામથી મશહૂર રોહિત શર્મા માટે 13 ડિસેમ્બરનો દિવસ ખાસ છે. પહેલું કારણ છે કે તેના લગ્ન આ તારીકે થયા હતા અને બીજુ કારણ તેના ક્રિકેટ રેકોર્ડથી જોડાયેલું છે. રોહિતે શ્રીલંકા વિરુદ્ધ આ દિવસે 2017માં મોહાલી મેદાન પર દમદાર પ્રદર્શન કરતા 208 રનની નાબાદ ઇનિંગ્સ રમી અને રેકોર્ડ કર્યો.

ભારત અને શ્રીલંકાની વચ્ચે સીરીજની બીજી વનડેમાં મેજબાન ટીમની કેપ્ટનશીપ રોહિતના ખભા પર હતી. તેને તાબડતોડ અંદાજમાં રમતા વનડે કરિયરમાં ત્રીજી વખત બેવડી સદી ફટકારવાનો મુકામ હાંસલ કર્યોય ઓપનિંગ કરવા ઉતરેલા રોહિત અંત સુધી નાબાદ રહ્યો. ભારતે રોહિત શર્માની બેવડી સદીના કારણે 50 ઓવરમાં 4 વિકેટ પર 392 રન બનાવ્યા. શ્રી લંકા ટીમ 50 ઓવરમાં 8 વિકેટ પર 251 રન બનાવી શકી અને 141 રનથી મેજબાન ટીમથી જીત નોંધાઇ.

રોહિતે કરિયરની ત્રીજી બેવડી સદી ફટકારી વિશ્વ ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો હતો. રોહિતના નામ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વોચ્ચા વ્યક્તિગત ઇનિંગ્સનો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધ્યો છે અને મોહાલી વનડેમાં બેવડી સદી ફટકારવાની સાથે જ તે ત્રીજી બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ બની ગયો. હિટમેને આ મેચમાં 153 બોલ પર 12 સિક્સ અને 13 ફોર ફટકારી.

ખાસ વાત આ રહી કે રોહિતે શ્રીલંકા વિરુદ્ધ વનડેની તેને બીજી બેવડી સદી ફટકારી. તે શ્રીલંકા વિરુદ્ધ બે વખત બેવડી સદી ફટકારનાર બેટ્સમેન બન્યો. રોહિતે કોલકત્તામાં 13 નવેમ્બર 2014એ શ્રીલંકા વિરુદ્ધ 264 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તે સિવાય ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેંગલુરુમાં 209 રનની ઇનિંગ્સ 2013માં રમી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.