why-it-is-celebrated-festival-of-lohri-know-here
  • Home
  • Astrology
  • કેમ મનાવવામાં આવે છે લોહડીનો તહેવાર, જાણો અહિં

કેમ મનાવવામાં આવે છે લોહડીનો તહેવાર, જાણો અહિં

 | 3:19 pm IST

પંજાબમાં લોહડીનો તહેવાર ભારે ધૂમધામથી મનાવવામાં આવે છે. લોહડીનો સંબંધ સુંદરી નામની એક કન્યા તથા પતિ ભટ્ટી નામનો એક ડાકૂ સાથે છે. આ સંબંધમાં પ્રચલિત ઐતહાસિક કથા અનુસાર ગંજીબાર ક્ષેત્રમાં એક બ્રાહ્મણ રહેતો હતો. જેની સુંદરી નામની એક કન્યા હતી, જે પોતાના નામની જેમ જ અતિ સુંદર હતી. તે એટલી સ્વરૂપવાન હતી કે તેના રૂપ અને યૌવન તેમજ સૌંદર્યની ચર્ચા ગલી ગલીમાં થવા લાગી હતી. ધીરે ધીરે  તેમની સુંદરતાની ચર્ચા ઉડતી ઉડતી ગંજીબાર ક્ષેત્રમાં રાજા સુધી પહોંચી. રાજા તેમની સુંદરતાના વખાણ સાંભળીને સુંદરી પર મોહિત થઈ ગયા. તેમણે સુંદરીને પોતાની રાણી બનાવવા નિશ્ચય કરી લીધો.

ગંજીવારના રાજાએ સુંદરીના પિતાને સંદેશ મોકલ્યો. તે પોતાની પુત્રીને તેના રાણીવાસમાં મોકલી દે. બદલામાં તેને ધન અને દોલતથી લાદી દેવામાં આવશે. રાજાએ બ્રાહ્મણને અનેક પ્રલોભનો મોકલ્યા. રાજાનો સંદેશ મળતાં બિચારો બ્રાહ્મણ ગભરાઈ ગયો. તે પોતાની લાડલી દીકરીને તેની રાણી બનાવવા ઈચ્છતો નહોતો.

જ્યારે તેને કઈં ન સૂઝ્યું તો તેણે જંગલમાં રહેતા રાજપુત યોદ્ધા દુલ્લા ભટ્ટીનો ખ્યાલ આવ્યો. જે એક કુખ્યાત ડાકૂ હતો. પણ ગરીબ અને શોષિતોની તે મદદ કરવાને કારણે લોકોના દિલમાં તેના માટે અપાર શ્રદ્ધા અને લાગણી હતી.

બ્રાહ્મણ એ રાતે દુલ્લા ભટ્ટીની પાસે પહોંચ્યો અને તેને વિસ્તારથી સઘળી હકીકત જણાવી. દુલ્લા ભટ્ટીના બ્રાહ્મણની વ્યથા સાંભળીને તેને સાંત્વના આપી. રાતે પોતે જ તેના માટે સુયોગ્ય છોકરો શોધવા નિકળી પડ્યો. પછી એક યોગ્ય યુવક શોધીને એ જ રાતે દુલ્લા ભટ્ટીએ તે સુંદરીને પોતાની કન્યા માનીને પોતાના હાથે કન્યાદાન આપીને તે યુવક સાથે તે રાતે જ પરણાવી. પણ કન્યાને દેવા માટે દુલ્લા ભટ્ટી પાસે કશું જ ન હતું. આથી તેમણે તેને તલ અને સાકર દઈને જ બ્રાહ્મણ યુવકના હાથમાં સુંદરીનો હાથ થમાવી દીધો. સુંદરીને તેના સાસરે વળાવી.

ગંજીબારના રાજાને આ વાતની જાણ થતાં તેના ગુસ્સાનો પાર ન રહ્યો. તે એ જ સમયે પોતાની સેનાને લઈને ગંજીબાર પર હુમલો કરવા તથા દુલ્લા ભટ્ટીનો ખાત્મો કરવા નિકળી પડ્યો. તેણે પોતાના સૈનિકોને પણ જો તે દેખાય તો તેને મૃત્યુદંડ આપવા આદેશ આપ્યો. રાજાના આદેશથી સેના નિકળી પડી તેણે દુલ્લા ભટ્ટીના ઠેકાણાઓ  પર હલ્લાબોલ કર્યું. આમછતાં દુલ્લા ભટ્ટી અને તેના જુથે પોતાની પૂરી તાકાત લગાવીને રાજા અને તેની સેનાને બહું જ ખરાબ રીતે હરાવી.

દુલ્લા ભટ્ટીના હાથે સેનાની સખત હારની ખુશીમાં ગંજીબારના લોકોએ અગ્નિ પ્રગટાવ્યા. દુલ્લા ભટ્ટીની પ્રશંસામાં ગીત ગાઈને ભાંગડા કરવા લાગ્યા. કહેવાય છે. ત્યારથી ગંજીબારના લોકોની સાથે સાથે પંજાબીઓ લોહડીનો તહેવાર ઉજવે છે. આ દિવસે સુંદરી અને દુલ્લા ભટ્ટીને યાદ કરે છે.

સુંદર મુંદરિએ હો, તેરા કૌણ વિચાર હો
દુલ્લા ભટ્ટી વાલા હો, દુલ્લે ધી બ્યાહી હો
સેર શક્કર પાઈ હો, કુડી દે મામે આયે હો
મામે ચૂરી કુટ્ટી હો, જમીંદારા લુટ્ટી હો
કુડી દા લાલ દુપટ્ટા હો, દુલ્લે ધી બ્યાહી હો
દુલ્લા ભટ્ટી વાલા હો, દુલ્લા ભટ્ટી વાલા હો….

જેવા લોકગીત ગાઈને ભાંગડા કરતાં કરતાં લોહડીનો તહેવાર મનાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન