why janhvi kapoor and ishaan khatter decided to end their relationship
  • Home
  • Entertainment
  • Bollywood
  • લો બોલો તમે માની પણ નહીં શકો, આ કારણે જ્હાન્વી કપૂર ઈશાન ખટ્ટરથી થઈ ગઈ દૂર

લો બોલો તમે માની પણ નહીં શકો, આ કારણે જ્હાન્વી કપૂર ઈશાન ખટ્ટરથી થઈ ગઈ દૂર

 | 4:53 pm IST

બોલિવૂડમાં ક્યારે કોનું બ્રેકઅપ થાય કોની સાથે પેચઅપ થાય કંઈ કહેવાય નહી? હાથમાં હાથ નાંખી ફરતું કપલ ક્યારે છુટુ પડી જાય અને ક્યારે કોની સાથે જોડી જામી જાય એ કહેવાય નહી. થોડા સમયથી બોલિવૂડમાં એક કપલ અલગ પડી ગયુ હોય તેવા સમાચારોએ જોર પકડ્યું છે. વાત છે જ્હાન્વી અને ઇશાન ખટ્ટરની કરણ જૌહરની ફિલ્મ ધડકથી જોવામાં આવતી આ જોડીના અફેરે ખુબજ ચર્ચા જગાવી હતી.

જો કે થોડાં સમયથી આ કપલ એક બીજાથી દૂર જ રહેવામાં ભલાઈ સમજે છે. કેટલાક લોકો માની રહ્યા છે કે આ કપલે સાથે જ આ નિર્ણય કર્યો છે કેમકે કરિયરની ગાડી ચલાવવા આ બંને હાલ મથામણ કરી રહ્યા છે એવામાં કદાચ આ કપલ અલગ પડી જાય તો નવાઇ નહી.

જ્હાન્વીએ સંબંધ તોડ્યો?
એક રિપોર્ટ અનુસાર જ્યારે જ્હાન્વી એક ઇવેન્ટમાં ઇશાન સાથે જતા ખચકાવા લાગી અને જાહેરમાં આ સંબંધને સ્વીકારવાની ના પાડી ત્યારથી જ બંને વચ્ચે થોડી તકરાર થઈ હોય તેવુ લાગી રહ્યુ હતુ. પ્રોફેશનલ લાઇફ પર અસર પડતા જ્હાન્વીએ આ નિર્ણય કર્યો હોય તેમ કહી શકાય.

એક દિગ્ગજ ડિરેક્ટર બોની કપૂરની લાડલી અને બોલિવૂડમાં જેની માતાનો દબદબો હોય સ્વાભાવિક રીતેજ જ્હાન્વી પર સફળ થવાનું પ્રેસર હોય. આથી હાલ જ્હાન્વી પોતાના કામ પર જ ફોકસ કરે તો નવાઈ નહી.

જ્હાન્વી કપૂર હાલ ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં મુખ્ય રોલ નિભાવી રહી છે. આ સિવાય જ્હાન્વી દોસ્તાના2માં કાર્તિક આર્યન સાથે, તેમજ રૂહી અફઝામાં રાજકુમાર રાવ સાથે કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં નજર આવશે. બીજી બાજુ ઈશાન ખટ્ટર ફિલ્મ ખાલી પીલીમાં અનન્યા પાંડે સાથે નજર આવશે.

આ વીડિયો જુઓ: એક્ટ્રેસ કંગના રાણાવતે દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન પર નિશાન સાધ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન