કેમ મેનેજમેન્ટ-કર્મચારીઓ થઈ ગયા એકબીજાથી દૂર? - Sandesh
  • Home
  • Columnist
  • કેમ મેનેજમેન્ટ-કર્મચારીઓ થઈ ગયા એકબીજાથી દૂર?

કેમ મેનેજમેન્ટ-કર્મચારીઓ થઈ ગયા એકબીજાથી દૂર?

 | 1:36 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

આ દિવાળીના આગલા દિવસની વાત છે, જ્યારે દિલ્હીથી નજીક ઔદ્યોગિક ક્ષેત્ર ફરીદાબાદમાં એક જાણી-અજાણી કંપનીના એચઆર વિભાગના પ્રમુખની તેમની કંપનીમાંથી થોડા સમય પહેલાં નોકરીમાંથી બરતરફ કરાયેલા કર્મચારીએ તેમની જ ઓફિસમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હત્યારો નોકરીમાંથી કાઢયા પછીથી એચઆર પ્રમુખને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યો હતો. બીજી બાજુ નોએડાની એક ચાઇનીઝ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને નોકરીમાંથી એક ઝાટકે કાઢયા પછી મોટી બબાલ થઈ હતી. તેમણે કંપનીની ઓફિસમાં પથ્થર પણ ફેંક્યા. તેમનું કહેવું હતું કે તેમને નોટિસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ ઘટનાની વિગત નવેમ્બર મહિનાની છે.

આ બંને ઘટનાઓ અપવાદની શ્રેણીમાં નથી આવતી. આપણા દેશમાં આ પ્રકારની ઘટનાઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ એક સ્પષ્ટ સંકેત છે કે મેનેજમેન્ટ અને કર્મચારીઓના સંબંધોમાં કટુતા વધતી જોવા મળી છે. એમની વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધ હવે નહિવત્ થઈ ગયા છે. સ્થિતિ મારપીટ અને હત્યા સુધી પહોંચે એ સિદ્ધ કરે છે કે આ અવિશ્વાસનાં મૂળમાં ગંભીર કારણ છે. એના પર તટસ્થ અને નિષ્પક્ષ ભાવથી ચિંતન કરવાની આવશ્યકતા છે.

ઉદારીકરણથી પહેલાંના દોરમાં સ્થિતિઓ આજની અપેક્ષાએ અલગ હતી, ત્યારે કર્મચારીઓનાં યુનિયનો ઉકેલ લાવી દેતાં હતાં. તેઓ મજદૂરોનાં હિતોને લઈને મેનેજમેન્ટ સાથે સાર્થક વાતચીત કરીને જટિલ મુદ્દાઓ ઉકેલવામાં આવતા હતા. મેનેજમેન્ટનું વલણ પણ મોટાભાગે ઉદાર અને સમજદારીભર્યું રહેતું હતું, હવે તો પરિસ્થિતિ સંપૂર્ણ સ્વરૂપે બદલાઈ ચૂકી છે. એનું મોટાભાગે એક કારણ એ સમજમાં આવે છે કે હવે નોકરીઓમાં સ્થાયિત્વનો ભાવ રહ્યો નથી. વંશપરંપરાની નોકરીઓની તો વાત પણ છોડી દો. પહેલાં એક કર્મચારી કંપની સાથે જોડાતો હતો, ત્યારબાદ એ ત્યાં લાંબા સમય સુધી નોકરી કરતો રહે છે. એ કર્મચારી નિવૃત્ત થવા સુધી અથવા એ પછી પણ નોકરી કરતો રહે છે. હવે એ વાત રહી નથી. હવે તો મોટાભાગની નોકરીઓ કોન્ટ્રેક્ટ આધારિત થઈ ગઈ છે. કેટલીય જગ્યાએ નોકરીઓ માત્ર એક વર્ષ માટે જ મળે છે, એટલે કે કર્મચારીઓને માથે કાયમ તલવાર લટકેલી રહે છે. તેમના નફાનું માર્જિન તો ઘટી રહ્યું છે. એની પહેલાંની તુલનામાં હવે મોટી કોમ્પિટિશનનો સામનો કરવો પડે છે. ચાઇનીઝ માલે તેમનું સંકટ ઘેકરું કરી દીધું છે.

હવે બંનેની સામે પડકારો અને મુશ્કેલીઓ વધી રહી છે, એને લીધે જ કદાચ મેનેજમેન્ટ અને કર્મચારી એકબીજાથી વિમુખ થઈ ગયા છે. બંનેમાં સંબંધ સંપૂર્ણ રીતે વ્યવસાયિક થઈ ગયા છે. હવે એમાં ભાઈચારો સમાપ્ત થઈ ગયો છે. એમના આપસી સંબંધોમાં આવેલા અવિશ્વાસની ભાવનાને હર હાલતમાં દૂર કરવી રહી. જ્યાં એક ઓર કોઈ કંપનીનાં મેનેજમેન્ટે કર્મચારીઓને હટાવતાં પહેલાં ૧૦ વાર વિચારવું જોઈએ તો કર્મચારીઓએ પણ કંપનીનાં હિતોને ધ્યાનમાં રાખવાં જોઈએ. હવે પહેલાંવાળી સ્થિતિ તો પાછી ફરી નથી શકતી. પહેલાં તો તમે કામ કર્યા વગર પણ નોકરીમાં રહી શકતા હતા. કર્મચારીની કોઈ જવાબદારી નહોતી રહેતી પણ હવે તો સવાલ પૂછવામાં આવશે. અહીં મને જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં આજકાલ ચાલી રહેલા પ્રોફેસરોનાં આંદોલનનો ઉલ્લેખ કરવાની અનુમતિ આપો, ત્યાં એક પ્રોફેસરોનું ગ્રૂપ એટલા માટે નારાજ છે કે ત્યાં બાયોમેટ્રિક મશીનની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. આ મશીનને લીધે પ્રોફેસરોનો વિશ્વવિદ્યાલયોમાં આવવા-જવાનો સમય નોંધાવવા લાગ્યો, જેનો રેકોર્ડ કમ્પ્યૂટર રાખશે. આ વાત તેમને મંજૂર નથી. તેમને તો પહેલાં જેવી આઝાદી જોઈએ છે. મતલબ કે તેમનો તેમની આવવા-જવા પર કોઈ રોકટોક ના હોય. તેઓ ઇચ્છે તો ઘરે સૂતા રહે અથવા મીણબત્તીજુલૂસ કાઢવામાં તેમનો પૂરો સમય લગાવી દે. હવે તમારે તમને રોજ સાબિત કરવાના છે. તમારી જવાબદારી પણ નક્કી થશે, પહેલાં આ નહોતું. પહેલાં ચારે તરફ લોકતંત્રની હવા એટલી ઝડપથી ફૂંકાય છે કે એણે અરાજકતાવાળી સ્થિતિ પેદા કરી દીધી છે.

મેનેજમેન્ટે પણ હવે વધુ માનવીય વલણ અપનાવવું પડશે. એક ફેક્ટરીનો શ્રમિક હોય, કોઈ આઈટી કંપનીનો એન્જિનિયર હોય અથવા કોઈ જાહેર સંસ્થામાં કામ કરવાવાળો અધિકારી હોય, એના અધિકારોને નજરઅંદાજ તો ના કરી શકાય. આ કોઈ સારી વાત નથી કે કોઈ મેનેજમેન્ટ કોઈ કર્મચારીને એ આધારે નોકરીથી બરખાસ્ત કરી દે કે એ બીમાર રહેવા લાગ્યો છે. કેટલાક સમય પહેલાં મેં એક મોટી કંપનીના એક નવા કર્મચારીને આપેલો નિમણૂકપત્ર જોયો. એમાં આપવામાં આવેલી અનેક સેવાની શરતો વાસ્તવમાં યોગ્ય નહોતી, જેમ કે સતત બીમાર રહેવા પર કર્મચારીને નોકરીથી બરખાસ્ત કરવાની શરત. શું કોઈ હાથે કરીને પોતાની મરજીથી બીમાર પડે છે? એ સરાસર ખોટું છે. એનો તો સીધો એ મતલબ થયો કે મેનેજમેન્ટ પોતાના કર્મચારીને એમને પહેલાં કરેલા કામના પૈસા નથી આપી રહ્યું.

તમે જોશો કે ઉપરથી નીચે સુધી કામચોરી, આળસ અને નઠારાપણાને લીધે એર ઈન્ડિયાથી માંડીને મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (એમટીએનએલ) જેવી મોટી સંસ્થાઓ ગંભીર સંકટના દોરથી ગુજરી રહી છે. આ પ્રકારનાં ડઝનો જાહેર સાહસો છે. એર ઈન્ડિયાનું નુકસાન વધતું જઈ રહ્યું છે, હવે એ તેનાં પ્રાઇમ સ્થળોએ આવેલ જંગમ સંપત્તિ વેચવાની ખેવના રાખે છે, જેથી કંપનીની ખોટ ઓછી થઈ શકે. નિશ્ચિતરૂપે જો સમય પર એર ઈન્ડિયા મેનેજમેન્ટ  તેના બધા કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે કામ લીધું હોત તો આજવાળી નોબત ના આવત, એટલે મેનેજમેન્ટની ઊણપોને લીધે એર ઈન્ડિયા જેવી સંસ્થામાં નોકરીઓ ઝડપથી ઘટી રહી છે. આ જ હાલત અન્ય જાહેર એકમોની છે. એક વાર આ કંપની ડૂબવા લાગે તો મેનેજમેન્ટ ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને કાઢવા માંડે. આને લીધે કર્મચારી હિંસક થવા લાગે છે. તો હવે મેનેજમેન્ટ અને કર્મચારીઓએ એક બાજુ વિચારવું પડશે કે હવે પાછલો દોર ક્યારેય પાછો નથી આવવાનો. મેનેજમેન્ટ સમજી જાય કે હવે તેમને બજારમાં ગળાકાપ હરીફાઈનો સામનો કરવો પડશે. હવે તેમની મોનોપોલી અને દાદાગીરીનો યુગ સમાપ્ત થઈ ગયો છે. સ્ટીલ હોય તો તાતાનું. જૂતાં હોય તો બાટાનાં, ખાંડ બિરલાની અને કાર એમ્બેસેડરવાળો યુગ હવે ઇતિહાસ બનીને રહી જશે. જો તેઓ તેમનાં ઉત્પાદનોની ગુણવત્તા પર ધ્યાન આપશે તો પહેલા કરતાં પણ વધુ નફો કમાઈ શકવાનું વિચારી શકશે પણ જો હેરાફેરી કરશે તો તેઓ બજારમાંથી દૂર થઈ જશે. કર્મચારીઓએ પણ હવે સમજવું પડશે કે તેમણે પોતાને સાબિત કરતાં રહેવું પડશે. હવે તેમને વગર કામ કર્યે પગાર નહીં મળે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;