વેવિશાળ કે લગ્ન નક્કી કરતાં પહેલાં શા માટે મેળવવામાં આવે છે જન્મકુંડળી - Sandesh
  • Home
  • Astrology
  • વેવિશાળ કે લગ્ન નક્કી કરતાં પહેલાં શા માટે મેળવવામાં આવે છે જન્મકુંડળી

વેવિશાળ કે લગ્ન નક્કી કરતાં પહેલાં શા માટે મેળવવામાં આવે છે જન્મકુંડળી

 | 1:34 pm IST

હિંદૂ શાસ્ત્રમાં લગ્ન પહેલાં કે નક્કી કરતાં પહેલાં કુંડળી મેળવવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રની ભાષામાં તેને કુંડળી મેળાપક કહે છે. કુડળી મેળાપક એક એવો દસ્તાવેજ છે જે તમારા સાથી સાથેના તમારા ભાવિનો એક દસ્તાવેજ છે. તે તમારા જીવન વિશે અગાઉથી ચિતાર આપી દે છે. કુંડળી મેળાપક કરીને એ જાણી શકાય છે કે તમારું સહજીવન સુખી રહેશે કે નહિં.

લગ્નજીવન દ્વારા બંન્ને પાત્રો એકબીજા સાથે જોડાય છે ત્યારે સંબંધોમાં ઉમદાપણું કેટલું રહેશે. જો એ તમે જાણી લો. અને એવા વ્યક્તિની પસંદગી કરો તો ચોક્કસ પણે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ કપલમાં સ્થાન પામશો. એવું નથી કે સંઘર્ષ જ ન આવવો જોઈએ. પણ જો કુંડળી યોગ્ય રીતે મળી હોય તો સંઘર્ષમય જીવન પણ મીઠું બની જાય છે. ડગલે અને પગલે, દરેક સ્થિતિમાં એકબીજાનો સાથ મળે છે. બંને એક બીજાના એવા તો પુરક બની જાય છે કે બસ જિંદગી ઓછી પડે.

જન્મ મેળાપકમાં ગ્રહ મૈત્રી, લગ્ન મૈત્રી, નાડી દોષ. ગણ દોષ, મંગળ-શનિ દોષ જેવી વસ્તુઓને આવરી લેવામાં આવે છે. તે પછી ગુણાંક નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 18થી વધું ગુણાંક સારા ગણાય છે. આમ છતાં મૂળાંક પણ જાણી લેવા. ગ્રહ મૈત્રી હોય તો બનશે જ. જો કે નાડી દોષને ઓછું અને ગણ દોષને વિશેષ મહત્વ આપવું એવી મારી અંગત સલાહ છે.  નાડી દોષ એટલો નથી નજડતો જેટલો ગણ દોષ નડે છે એ અનુભવે જોવા મળ્યું છે.

શાસ્ત્રમાં મંગળ શનમિદોષનું નિવારણ શક્ય છે. માત્ર તે એક જ કારણ હોય તો ના પાડતા પહેલાં વિચાર કરી લેવો. કારણકે  કુંભ વિવાહ, પીપળા સાથે વિવાહ તથા વિષ્ણુના પ્રતીક સાથે વિવાહનું શાસ્ત્રમાં વિધાન છે, આ સરળ વિધિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મંગળ દોષનું નિવારણ શક્ય છે.

સહજીવનમાં ચંદ્ર, ગુરુ બળવાન હોય તો કુટુંબજીવન સુખમય નિવડે જ છે. દાંપત્ય જીવન એ એક મેકમાં ખોવાઈ જવુ. અને કામની તૃપ્તિ કરવી એ પણ છે. માટે લગ્નજીવનમાં મંગળ અને શુક્રનું બળ પણ જોવા મળે છે.

જો લગ્ન માટે ઈચ્છુક બે પાત્રો જો સામાજિક, આર્થિક અને માનસિક દ્રષ્ટિએ સારી રીતે મેળ ખાતાં હોય અને પછી જો જ્યોતિષનો પ્રશ્ન નડતો હોય તો તમારે બની શકે તો એકથી વધુ જ્યોતિષીની સલાહ લેવી જોઈએ. જ્યોતિષમાં પણ અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ પદ્ધતિ જાણનાર જ્યોતિષી તમને અન્ય પદ્ધતિઓ દ્વારા લગ્ન બાબતે થતાં ગ્રહોના નડતરના ઉપાય પણ સૂચવી શકે છે અને તમારી શંકા અને તકલીફનું સમાધાન કરી શકે છે.

યોગ્ય જ્યોતિષીની મદદથી તમે તમારા જીવનને વધું સુખમય બનાવી શકશો. જો કે એવું પણ બને છે કે ઘણાં લોકો જ્યોતિષમાં માનતા નથી. અને પછી પસ્તાય છે.