lifestyle why morning Personal relationship is better than night
  • Home
  • Featured
  • જાણો શા માટે રાત્રીની જગ્યાએ મોર્નિંગ સેક્સ છે બેસ્ટ

જાણો શા માટે રાત્રીની જગ્યાએ મોર્નિંગ સેક્સ છે બેસ્ટ

 | 11:50 am IST

સેક્સ ક્યારે કરવું જોઈએ એ અંગે સૌ કોઈના અલગ અલગ અભિપ્રાય હોઈ શકે છે. પણ એક સ્ટડી અનુસાર મોર્નિગ સેક્સ દિલ માટે ખુબજ સારૂ છે. એટલું જ નહી સવારના સમયે સેક્સ કરવાથી તેના કેટલાક ફાયદાઓ થાય છે. આયુર્વેદ અનુસાર સેક્સની અસલી મજા ત્યારે આવે છે જ્યારે બંને પાર્ટનર સંપુર્ણ રીતે રીલેક્સ હોય, ફ્રેશ હોય તાજા માજા હોય. આમતો સામાન્ય રીતે લોકો રાત્રીના સમયે જ સેક્સ કરવાનું પસંદ કરતા હોય છે. પણ જો સવારના સમયે સેક્સ કરવામાં આવે તો તેની એક અલગ જ અનુભૂતિ હોય છે.

મોર્નિંગ સેક્સના છે અનેક ફાયદા ક્યારેક તમે પણ ટ્રાઈ કરી જૂઓ.

થાક પછી રાત્રે લો પુરતી નીંદ
દિવસ દરમિયાન લાગેલા થાક બાદ સેક્સ અંગે વિચારવુ પણ થોડુ અજીબ લાગે. રાત્રે સુઈને સવારે ફ્રેશ થઈ સેક્સ કરશો તો તમને એક અલગ જ આનંદ મળશે. નવા નવા આસનને તમે ટ્રાઈ કરી સેક્સને રસપ્રદ બનાવી શકો છો. તમારા પાર્ટનર સાથે સેક્સ કરવાથી તમે એક અલગ જ વિશ્વમાં છો તેવુ અનુભવી શકશો.

પાર્ટનર સાથે વધશે પ્રેમ અને વિશ્વાસ
સવારનો સમય એ સમય હોય છે જ્યારે તમે તાજા માજા હો છો. આ સમયને ખાસ તમારી અંગત પળોમાટે ટ્રાઈ કરો પછી જુઓ તેનો કમાલ તમારો આખો દિવસ તાજગી અને ખુશાલીથી પસાર થશે, એક સ્ટડી અનુસાર સેક્સ દરમિયાન ઓક્સિટોસિન હોર્મોન રિલીઝ થાય છે, જે તમારો મૂડ સારો કરે છે. ઓક્સિટોસિન પાર્ટનર સાથે તમારો પ્રેમ વધારી દેશે, આ રીતનું સેક્સ કરવાથી તમને આખો દિવસ તમારા પાર્ટનર સાથે જોડાણને અનુભવી શકશો.

શાવર સેક્સની મજા માણો
જો તમે સવારે ઉઠીને ઓફિસ જતા રહો છો તો અલગ અલગ બાથ લીધા કરતા એક સાથે જ બાથ લો સવારે સાથે શાવર સેક્સને ટ્રાઈ કરો. આનાથી તમારો ટાઈમ પણ બચશે અને સાથે રહેવાનો આનંદ પણ મળશે. આનાથી વધારે સારી શરૂઆત બીજી શું હોઈ શકે છે?

સવારની બોરીંગ એક્સરસાઈઝને કરો ગુડબાય
જો તમને એક્સરસાઈઝ કરવામાં આળસ આવતી હોય તો મોર્નિગ સેક્સથી વર્કઆઉટને રિપ્લેસ કરી શકો છો. રિપોર્ટસની માનીએતો સેક્સથી એક કલાકમાં 300 કેલરી બર્ન થાય છે.

સવારે પુરૂષો હોય છે વધારે એક્સાઈટેડ
પુરૂષો રાતભર આરામ કર્યા પછી સવારે વધારે એક્સાઈટેડ હોય છે. સવારના સમયે તેમનું ટેસ્ટોસ્ટેરોન લેવલ હાઈ હોય છે. આવા સમયે મોર્નિગ સેક્સ તેમને વધારે આનંદ અપાવનાર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન