NIFTY 10,186.60 -38.35  |  SENSEX 32,941.87 +-91.69  |  USD 65.4150 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • ગુસ્સામાં જન્મેલી આ લાગણીના કારણે વ્યક્તિ બીજા પર પાડે છે રાડો

ગુસ્સામાં જન્મેલી આ લાગણીના કારણે વ્યક્તિ બીજા પર પાડે છે રાડો

 | 2:03 pm IST

એક સમયની વાત છે એક સંત પોતાના શિષ્યો સાથે સત્સંગ કરી રહ્યા હતા. અચાનક તેના એક શિષ્યએ પ્રશ્ન કર્યો કે, ‘જ્યારે બે લોકો એક-બીજા સાથે ઝઘડો કરે છે તો ગુસ્સામાં રાડો કેમ પાડે છે?’ આ વાત પછી અન્ય એક શિષ્યએ જવાબ આપ્યો કે, ‘તે સમયમાં વ્યક્તિ પોતાની શાંતિ ગુમાવી બેસે છે એટલા માટે રાડો પાડે છે.’

સંતે ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે, ‘બે લોકો નજીક જ હોય તો ધીમા સ્વરે પણ બોલી શકે છે તો પછી રાડો પાડવાની શું જરૂરીયાત હોય છે ?’ આ વાતનો જવાબ ફરી શિષ્યોએ આપ્યો પરંતુ તેનાથી સંતને સંતોષ ન થયો. ચર્ચાના અંતે સંતે જવાબ આપવાની શરૂઆત કરી અને કહ્યું કે, “જ્યારે બે લોકો એકબીજાથી નારાજ હોય ત્યારે તેમના દિલમાં કડવાશ આવી જાય છે. તેના કારણે અવાજ મોટો થવો સ્વાભાવિક વાત છે. મનમાં કડવાશ હોય તેના કારણે જ લોકો એકબીજા પર રાડો પાડે છે.”

જો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય તો તેઓ હંમેશા મૃદુ અવાજમાં જ વાત કરશે. આવા સમયમાં તો લોકો એકબીજાની આંખના ઈશારા પણ સમજી શકે છે. એટલા માટે જ જ્યારે પણ કોઈ વાત પર ચર્ચા થતી હોય ત્યારે તે વાતને મનમાં ન રાખવી જેનાથી શાંતચિત્તે ચર્ચા થશે અને મનમાં કડવાશ આવશે નહીં.