Why PM Modi not meet to Nepal Foreign Minister Gyawali in Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PM મોદીએ નેપાળને ભણાવી દીધો બરાબરનો પાઠ!, પાડોશી દેશને આપી દીધો સ્પષ્ટ સંદેશો

PM મોદીએ નેપાળને ભણાવી દીધો બરાબરનો પાઠ!, પાડોશી દેશને આપી દીધો સ્પષ્ટ સંદેશો

 | 12:00 pm IST
  • Share

નેપાળ (Nepal)ના વિદેશ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલી (Pradeep Kumar Gyawali)નો ભારત (India) પ્રવાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત વગર જ પૂરો થઇ ગયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ વિદેશ મંત્રીને મળવાનો સમય આપ્યો જ નહીં અને પાડોશી દેશને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. ભારત સરકારનું કહેવું છે કે જ્યાં સુધી નેપાળ નવા નકશા બાદ ઉભા થયેલા સરહદ વિવાદનો ઉકેલ લાવતું નથી ત્યાં સુધી તેમની સાથે કોઇ નક્કર વાતચીત થશે નહીં. નેપાળે નવા નક્શામાં ભારતીય વિસ્તાર લિમ્પિયાધુરા (Limpiyadhura), કાલાપાની (Kalapani)અને લિપુલેખ (Lipulekh)ને પોતાનો હિસ્સો દર્શાવે છે. વાત એમ છે કે નેપાળ ઇચ્છતું હતું કે બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય સંબંધ એવી રીતે આગળ વધ્યા જેમકે બંને દેશોની વચ્ચે કંઇ થયું જ નહોતું.

પાટા પર પાછા ફરી રહ્યા છે બંને દેશોના સંબંધ

જો કે ભારત નેપાળની સાથે વિકાસ, કનેક્ટિવિટી, ટ્રેડ અને અન્ય વિસ્તારોમાં કામ કરી રહ્યા છે પરંતુ આ પહેલા જેવું નથી. નેપાળી વિદેશ મંત્રીના પ્રવાસ પરથી એક સંકેત તો મળે છે કે બંને દેશોના સંબંધ ફરીથી પાટા પર આવી રહ્યા છે. કોરોના રસીને લઇ ભારતે નેપાળની સાથે સહયોગપૂર્ણ વલણ અપનાવ્યું છે. પોતાના ભારત પ્રવાસ પર નેપાળી વિદેશ મંત્રીની પીએમ મોદીની સાથે મુલાકાત ના થઇ શકે તેનું સત્તાવાર કારણ કોરોના વેક્સીનેશનના લોન્ચિંગ કાર્યક્રમને બતાવામાં આવ્યું છે.

જયશંકર અને રાજનાથ સિંહે મુલાકાત કરી હતી

નેપાળી વિદેસ મંત્રી પ્રદીપ કુમાર જ્ઞવાલી અને જયશંકરની વચ્ચે વાતચીતમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોની તમામ બાબતોની સમીક્ષા કરાઇ અને સંપર્ક, વેપાર અને ઉર્જા જેવા અગત્યના ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવા માટે સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી. રક્ષામંત્રી રાજનાથ સિંહે નેપાળના વિદેશ મંત્રીની સાથે બેઠક બાદ કહ્યું હતું કે ભારત-નેપાળ સંબંધોમાં અસીમ સંભાવનાઓ છે. જ્ઞવાલી, નેપાળના વિદેશ સચિવ ભરત રાજ પૌડયાલની સાથે ત્રણ દિવસ ભારતના પ્રવાસે આવ્યા હતા. જ્ઞવાલીએ શુક્રવારના રોજ વિદેશમંત્રી એસ.જયશંકરની સાથે બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી હતી.

નવા નકશા પર ભારતે આપત્તિ વ્યક્ત કરી હતી

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી દ્વારા ગયા વર્ષે વિવાદાસ્પદ નવો નકશો પ્રકાશિત કરવાને લઇ ઉભા થયેલા સરહદ વિવાદ બાદ આ દેશના પહેલાં વરિષ્ઠ નેતા હતા જેમણે ભારતનો પ્રવાસ કર્યો. આ વિવાદાસ્પદ નકાશમાં ભારતીય વિસ્તાર લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને નેપાળનો હિસ્સો દર્શાવ્યા હતા. નેપાળના આ પગલાં પર ભારતને આકરી આપત્તિ વ્યકત કરી હતી અને આ દાવાને નકારી દીધો હતો. ત્યારબાદથી બંને દેશોના સંબંધ તણાવપૂર્ણ થઇ ગયા હતા.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ બાદ સુરત ગુજરાતનું બીજું મોટું શહેર – PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન