Why Poll Results Are Also Good News For Narendra Modi And Yogi Adityanath
  • Home
  • Featured
  • 3 રાજ્યોમાં ભાજપને મળેલા પરાજયમાં પણ મોદી અને યોગી માટે સારા સમાચાર

3 રાજ્યોમાં ભાજપને મળેલા પરાજયમાં પણ મોદી અને યોગી માટે સારા સમાચાર

 | 11:07 am IST

ભારતીય જનતા પાર્ટીએ હિંદી હાર્ટલેંડના ત્રણ મહત્વના રાજ્યો, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનમાં સત્તાથી હાથ ધોવા પડ્યાં છે. લોકસભાની ચૂંટણી પહેલા લાગેલા આ આંચકાએ ભાજપની 2019ની દાવેદારીને પણ ગ્રહણ લગાડવાનું કામ કર્યું છે. જોકે આમ છતાંયે ભાજપના આ પરાજયમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ માટે સારા સમાચાર છે.

ભાજપ માટે મોદી પહેલા કરતા વધારે જરૂરી

ભાજપના ત્રણેય મુખ્યમંત્રીઓ (શિવરાજ સિંહ ચૌહાણ, રમણ સિંહ અને વસુંધરા રાજે)નો પરાજય થયો છે. 2014ની ચૂંટણી પહેલા આ ત્રણેય નેતાઓ ચૂંટણીમાં પાર્ટીને નેતૃત્વ આપવા માટે લાયક માનવામાં આવતા હતાં. હવે તેમના પરાજયથી ભાજપમાં મોદી એકલા જ એવા નેતા બચ્યાં છે. કોંગ્રેસ તરફથી પડકાર મળતા 2019માં બંને વચ્ચે પ્રેજિડેંશિયલ સ્ટાઈલમાં ચૂંટણી અભિયાનની સક્યતાઓમાં ભાજપની જીતની નિર્ભરતા પણ મોદી પર જ છે.

ઉત્તર પ્રદેશનું મહત્વ વધ્યું

ભાજપ જે ત્રણેય રાજ્યોમાં હાછે ત્યાંથી લોકસભાની કુલ 65 બેઠકો આવે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે તેમાંથી 62 બેઠકો પોતાના ખાતામાં કરી હતી. પરંતુ આ વખતના વિધાનસભાના પરિણામ સંસદીય બેઠકોના હિસાબથી વહેંચીને જોવામાં આવે તો ભાજપ 2019માં 31 બેઠકો ગુમાવી શકે છે. આ સ્થિતિમાં પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશનું મહત્વ વધી ગયું છે. 80માંથી કુલ 71 બેઠકો જ્યાંથી ભાજપે જીતી હતી તે રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મહત્વ પણ 2019માં વધી જશે.

રામ મંદિર આંદોલન ગતિ પકડશે

2019ની લડાઈમાં ભાજપ મટે ઉત્તર પ્રદેશ જેટલું અનિવાર્ય બની ગયું છે અને યોગી સરકરના વિકાસનો રેકોર્ડ કંઈ ખાસ નથી દેખાઈ રહ્યો તો હવે નજર રામ મંદિર તરફ મંડાશે. આશા છે કે, આવનાર દિવસોમાં રામ મંદિર આંદોલન વધારે વેગીલુ બને છે. સંસદમાં આ મુદ્દે પ્રાઈવેટ મેંમ્બર બીલ પણ આવી શકે છે. અખિલેશ એન માયાવતી સાથે આવવાથી (કદાચ કોંગેસ પણ) પ્રદેશમાં દ્વિધ્રુવીય લડાઈનું સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે. એવામાં રામ મંદિરનો મુદ્દો લોકોના ધ્રુવીકરણમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ભાજપ આ મુદ્દાના સહારે સરકાર વિરોધી લહેર અને હિંદુ જાતિઓના મતોને વિભાજીત કરવામાં સફળ થઈ શકે છે. જ્યારે મંદિર મુદ્દે અભિયાનની વાત આવશે તો યોગી આદિત્યનાથ સૌથી મહત્વનો ચહેરો બની શકે છે.

ક્ષત્રપોનું મહત્વ, નવા દોસ્તોની તલાશ

આમ તો ભાજપના તેના ત્રણેય સૌથી મહત્વના ક્ષત્રપો હારનો સામનો કરવો પડ્યો છે પરંતુ કેસીઆર જેવા ક્ષત્રપ વધારે મજબુત થયા છે. તેલંગાણામાં કેસીઆર હોય કે ઓરિસ્સામાં નવીન પટનાયક ભાજપ માટે આ ક્ષત્રપો ઘણા જ મહત્વના છે. ભાજપ 2019 માટે પોતાના નવા મિત્રોની શોધમાં લાગી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન