Why prevent a hugely damaging in vegetables?
  • Home
  • Agro Sandesh
  • વેલાવાળા શાકભાજીમાં ભારે નુકસાન કરતી ફળમાખીને કેમ અટકાવવી?

વેલાવાળા શાકભાજીમાં ભારે નુકસાન કરતી ફળમાખીને કેમ અટકાવવી?

 | 12:00 pm IST

ફળમાખીને લીધે વેલાવાળા પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. ફળમાખીને અટકાવવા શરૂઆતમાં ટ્રેપનો ઉપયોગ કરવામાં આવે છે. ફળમાખીને આકર્ષવા વિષ પ્રલોભિકાનો ઉપયોગ કરવો.

વિષ પ્રલોભિકા બનાવવા માટે આગલા દિવસે ૫૦૦ ગ્રામ ગોળ ૧૦ લિટર પાણીમાં ઓગાળવો. બીજે દિવસે આ ગોળવાળા પાણીમાં બીજું ૪૦ લિટર પાણી ભેળવી તેમાં ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૨૫ મીલિ ભેળવીને શાકભાજીના વેલામાં ફૂલ આવ્યા બાદ મોટા ફોરાં પડે તે રીતે વાડીમાં ૭/૭ મીટરના અંતરે છંટકાવ કરવો. જરૂર પડે તો એક અઠવાડિયા બાદ ફરીવાર છંટકાવ કરવો.

ફળમાખીના પુખ્તને આકર્ષવા ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે ક્યુલ્યુર ટ્રેપ હેકટરે ૧૬ની સંખ્યામાં મૂકવા. વાડીની ચોખ્ખાઈ રાખવી અને સડેલા તથા ખરી પડેલા વેલાવાળા શાકભાજીના ફૂલોને ભેગા કરી યોગ્ય રીતે નાશ કરવો.

ઘણી વખત આ સમય દરમિયાન  ઘિલોડીની ફૂદી પણ જોવા મળે છે તો તેનો ઉપદ્રવ પણ ઘટાડવો પડે છે. રાસાયણિક નિયંત્રણ માટે ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મીલિ અથવા ડાયકલોરોવોસ ૭૬ ઈસી ૧૦ મીલિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન