Why Reliance Jio begins charging for calls to other networks
  • Home
  • Featured
  • રિલાયન્સ જિયો પરથી વાતો કરવા કેમ ચૂકવવા પડશે પૈસા? થયો ચોંકાવનારો ખુલાસો

રિલાયન્સ જિયો પરથી વાતો કરવા કેમ ચૂકવવા પડશે પૈસા? થયો ચોંકાવનારો ખુલાસો

 | 8:11 am IST

રિલાયન્સ જિયોથી બાકી ટેલિકોમ નેટવર્ક્સ પર કોલિંગ હવે ફ્રી થઇ રહ્યા નથી અને તેની સાથે જોડાયેલ મોટા એનાઉન્સમેન્ટ કંપનીની તરફથી કરાયા છે. જિયો યુઝર્સના બાકી નેટવર્કસ પર કોલ કરવા માટે 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચૂકવવા પડશે. જિયોની તરફથી અત્યાર સુધી યુઝર્સને ડેટા માટે જ રિચાર્જ કરાવું પડતું હતું, જેમાં એસએમએસ અને અનલિમિટેડ વોઇસ કોલિંગ યુઝર્સને ફ્રીમાં મળતો હતો. હવે જિયો પાસેથી બાકી નેટવર્ક્સ પર કોલિંગ માટે તમારે અલગથી IUC ટોપ-અપ રીચાર્જ કરાવું પડશે. જિયોમાંથી હવે અનલિમિટેડ કોલિંગ ફ્રી કેમ નહીં થાય? અને તમારા પર શું અસર પડશે? તેના માટે કેટલીક વાતો સમજવી જરૂરી છે.

IUC શું છે?

ઇન્ટરકનેક્ટ યુજેસ ચાર્જ એટલે કે આઇયૂસી જ જિયોના કોલિંગ તમામ નેટવર્ક્સની સાથે ફ્રી ના રહેવાના લીધે બન્યું છે. જો કે વાત એમ છે કે એક ટેલિકોમ નેટવર્ક્સથી બીજા નેટવર્ક પર કોલિંગ માટે ટ્રાઇની તરફથી નક્કી કરાયેલ એક દરની ચૂકવણી કંપનીઓએ કરવી પડે છે. જે નેટવર્કથી બીજા નેટવર્ક પર આઉટગોઇંગ કોલ કરી શકાય છે, તેને બીજા નેટવર્કને આ આઇયુસી ફી આપવી પડે છે. દાખલા તરીકે જો એરટેલ ગ્રાહકે કોઇ જિયો ગ્રાહકને કોલ કર્યો છે તો એરટેલ જિયોને તેના માટે આઇયુસી ચાર્જ આપશે. તેવી જ રીતે જિયોના ગ્રાહક તરફથી એરટેલના નંબર પર આઉટગોઇંગ કોલની સ્થિતિમાં જિયો એ પણ એરટેલને આઇયૂસી ચાર્જ ચૂકવવો પડશે.

શું છે તેનું ગણિત?

જિયો કે બાકી નેટવર્ક્સ એકબીજાને તેના પર કરવામાં આવતા કોલ્સના આધાર પર ચૂકવણી કરે છે. આ સ્થિતિ ત્યારે શ્રેષ્ઠ છે જ્યારે તમામ ઓપરેટર્સ પર આવનાર કોલ્સની સંખ્યા લગભગ સમાન હોય અને તેમને સમાન રકમ એકબીજાને ચૂકવવી પડે. આંકડામાં સમજીએ તો જો એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા ત્રણેય પર આવનારા કોલ્સની સંખ્યા લગભગ સમાન હોય તો તેઓએ એકબીજાને સમાન આઇયુસી ચાર્જ આપશે અને સંતુલનની સ્થિતિ બની રહેશે કારણ કે કોઇ કંપનીને નુકસાન થશે નહીં. જો જેટલો આઇયૂસી ચાર્જ આપવો પડી રહ્યો છે તેટલો જ બીજા ઓપરેટર્સને મળી જાય તો ફાયદો કે નુકસાન શૂન્ય હશે.

માર્કેટમાં આવ્યો આ બદલાવ

રિલાયન્સ જિયોની ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી બાદથી જ યુઝર્સ ઝડપથી જિયોની તરફ શિફ્ટ થયા. હાલની સ્થિતિ પર નજર કરીએ તો વોડાફોન-આઇડિયાનો માર્કેટ શેર 32.53 ટકા, જિયોનો માર્કેટ શેર 29.08 ટકા અને એરટેલનો શેર 28.12 ટકા છે. જિયોનો માર્કેટ શેર વધવાની સાથે જ તેના નેટવર્કથી બાકીઓ પર જનાર આઉટગોઇંગ કોલ્સની સંખ્યા વધી છે. તેના માટે જિયો કસ્ટમર્સ પાસેથી અત્યાર સુધી અલગથી કોઇ ચાર્જ લઇ રહ્યા નહોતા પરંતુ તેને કંપનીઓને આઇયૂસીની ચૂકવણી કરવી પડતી હતી. આપને જણાવી દઇએ કે જિયોએ અત્યાર સુધી એરટેલ અને વોડાફોન આઇડિયાને લગભગ 13500 કરોડ રૂપિયા આઇયૂસી ચાર્જ પેટે ચૂકવ્યા છે અને કસ્ટમર્સ પાસેથી તેના બદલામાં કોઇ કોલિંગ ચાર્જ લેવાયો નથી.

કેમ લગાવો પડ્યો કોલિંગ ચાર્જ?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ની તરફથી 2017મા આઇયૂસી ચાર્જ 6 પૈસા પ્રતિ મિનિટ નક્કી કરાયો હતો. ત્યારે ટ્રાઇએ 1 જાન્યુઆરી 2020થી સંપૂર્ણ ખત્મ કરવાનો નિર્ણય પણ લીધો હતો. તેના લીધે જિયોએ 2020 સુધીમાં આઇયૂસી ચાર્જ બાકી કંપનીઓને આપતા રહેવાનો નિર્ણય લીધો હતો અને કસ્ટમર્સ માટે અનલિમિટેડ કોલિંગ ફ્રી હતું. તાજેતરમાં ટ્રાઇએ રિવ્યુ માટે આઇયૂસી સાથે જોડાયેલા કંસલ્ટેશન પેપર માંગ્યા છે અને આઇયૂસીને ખત્મ કરવાના જગ્યાએ તેની સમયમર્યાદા વધારી શકે છે. આથી દબાણના લીધે જિયોને આ ખર્ચ કસ્ટમર્સને સોંપવો પડ્યો છે. જિયોનું કહેવું છે કે અસ્થાયી પગલું છે અને આઇયૂસી ચાર્જ ખત્મ થતા જ કોલિંગ ફરીથી સંપૂર્ણપણે ફ્રી કરી દેવાશે.

તમારા પર શું અસર થશે?

જિયોના હાલના પ્લાન્સમાં કોઇ ફેરફાર કરાયો નથી. જો તમે જિયોના સિમથી બાકી નેટવર્ક પર કોલ કરવા માંગો છો તો તમારે અલગથી આઇયૂસી ટોપ-અપ વાઉચરથી રીચાર્જ કરાવું પડશે. તેની ટોપ-અપની કિંમત 10 રૂપિયાથી શરૂ થાય છે. કસ્ટમર્સને આ રકમ પણ વધુ ના લાગે તેના માટે કંપની 10 રૂપિયાના આઇયૂસી ટોપ પર 1 જીબી ડેટા એક્સ્ટ્રા આપશે. આ જ રીતે બીજા નેટવર્ક પર કોલિંગ કરવાની સ્થિતિમાં તમારા આ રિચાર્જમાંથી 6 પૈસા પ્રતિ મિનિટના દરથી રકમ કપાશે. આમ 10 રૂપિયાના રિચાર્જથી બીજા નેટવર્ક્સ પર 124 મિનિટ (2 કલાક 4 મિનિટ) કોલિંગ ફ્રી કરી શકાશે. જિયોથી જિયો નંબર પર, લેન્ડલાઇન પર કે વોટ્સએપ જેવી ઇન્ટરનેટ સર્વિસીસ પર કોલિંગ ફ્રી છે અને ઇનકમિંગ કોલ્સ માટે કસ્ટમર્સે કોઇ ચૂકવણી કરવી પડશે નહીં.

આ વીડિયો પણ જુઓ – સંદેશ નોલેજ ચેલેન્જને શાનદાર પ્રતિસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન