બજેટ 2018: મધ્યમવર્ગને કેમ ન મળી છૂટ, જેટલીએ આપ્યું આવું કારણ - Sandesh
NIFTY 10,765.50 -36.35  |  SENSEX 35,458.89 +-85.05  |  USD 67.8400 -0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Budget 2018
  • બજેટ 2018: મધ્યમવર્ગને કેમ ન મળી છૂટ, જેટલીએ આપ્યું આવું કારણ

બજેટ 2018: મધ્યમવર્ગને કેમ ન મળી છૂટ, જેટલીએ આપ્યું આવું કારણ

 | 5:01 pm IST

નાણાં પ્રધાન અરુણ જેટલીએ સંસદમાં રજૂ કરેલા વર્ષ 2018 માટેના સામાન્ય બજેટમાં મધ્યમ વર્ગને કોઈ રાહત કે છૂટછાટ ન આપતા અનેક સવાલો ઉભા થયા છે. જો કે જેટલીએ આ અંગે જવાબ આપતા કહ્યું હતું કે તેમણે અલગ અલગ નાના કરદાતાઓને રાહત આપી છે. જેટલીએ પોતાના કાર્યકાળમાં આપવામાં આવેલી અલગ અલગ પ્રકારની રાહતો વિશે ઉલ્લેખ કરતાં કહ્યું કે મધ્યમ વર્ગને રાહત આપવા માટે ટેક્સ સેલ્બ જ બદલવા જોઈએ તે જરૂરી નથી.

તેમણે કહ્યું કે નાના કરદાતાઓને ટેક્સના દાયરામાં લાવવા માટે ગયા વર્ષે 2.5 લાખ રૂપિયા વાળા સ્લેબ પર ટેક્સનો દર 10 ટકા ઘટાડીને 5 ટકા કરી દેવાયો હતો. જેટલીએ કહ્યું કે 5ટકાનો સ્લેબ દુનિયામાં માત્ર ભારતમાં જ છે. આ દુનિયાનો સૌથી ઓછામાંઓછો ટેક્સ સ્લેબ છે.

જેટલીએ સંવાદદાતાઓ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે અમે 50,60,70 હજાર પ્રતિ મહિને આવક ધરાવતા નાના કરદાતાઓને રાહત આપવા માટે અલગ અલગ રીતો અપનાવી. અમે આ પરોક્ષ રીતે તેમના પાકિટમાં વધું નાણાં રહે તેવી કોશિશ કરી. નાના કરદાતાઓને રાહત દેવા માટે એ જરૂરી નથી કે આવકવેરાના સ્લેબમાંજ બદલાવ કરવામાં આવે.

પહેલા બે લાખ ટેક્સ ફી હતા, હવે થઈ ગયાં ત્રણ લાખ
નાણાંપ્રધાને કહ્યું કે ભારતમાં ટેક્સ વસૂલી અને ટેક્સ પેયર્સની સંખ્યા વધારવી એ એક ગંભીર પડકાર છે. માટે તેની પાછળ ચાર-પાંચ બજેટનો પૂરો હિસાબ-કિતાબ કરીએ તો ખ્યાલ આવશે કે લગભગ બજેટમાં નાના કરદાતાઓને ચરણબદ્ધ રીતે રાહત આપવામાં આવી છે. તેમણે કહ્યું કે જ્યાં હું નાણાંપ્રધાન બન્યો તો ટેક્સ છૂટની મર્યાદા બે લાખ હતી. મેં તેને ત્રણ લાખ કરી દીધી. વાસ્તવમાં બે  વર્ષ પછી મેં કહ્યું કે વધારાના 50 હજાર રૂપિયા સુધી તમારે કોઈ ટેક્સ આપવાનો નથી. તેથી નાના કરદાતાઓ માટે ટેક્સ છૂટની મર્યાદા ત્રણ લાખ રૂપિયા થઈ ગઈ.

શું છે જેટલીનો કહેવાનો અર્થ
હકીકતમાં જેટલીનું કહેવાનું છે કે તેમણે ટેક્સ છૂટનો સ્લેબ 2 લાખથી વધારીને 2.50 લાખ કરી દીધો. અને વર્ષ 2017-18માં આપવામાં આવેલા બજેટમાં 3.5 લાખ સુધીની વાર્ષિક આવક વાળાને ટેક્સમાં 2500 રૂપિયાની છૂટ આપી દેવામાં આવી. એથી 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ટેક્સમાંથી પૂર્ણ રીતે મુક્તિ મળી ગઈ. કારણકે 2.50 લાખ રૂપિયાતો ટેક્સ ફ્રી કરેલા જ છે. બાકીના 50 હજાર રૂપિયા પર 5 ટકા એટલે કે 2500 રૂપિયા જે ટેક્સ લાગે છે તે ફ્રી થઈ ગયો. એ રીતે 3 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ ગઈ. જ્યારે વાર્ષિક આવક 3.5 લાખ હોય તો માત્ર 2500 રૂપિયા ટેક્સ આપવો પડે છે.

બચત પર ટેક્સની મર્યાદામાં વધારો કરાયો
નાણાંપ્રધાને બચત પર પણ ટેક્સ છૂટની સીમા વધારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે બચત માટે 50 હજાર રૂપિયાની વધારાની છૂટ બીજી આપી. આમ બચત પર એક લાખની છૂટને બદલે 1.5 લાખ રૂપિયાની છૂટ થઈ ગઈ. જેટલીએ કહ્યું કે આ તમામ પગલાં ઈમાનદાર કરદાતાઓને રાહત આપવા ઉઠાવવામાં આવ્યા છે.

જેટલીએ મધ્યમ આવક વાળા પ્રોફેશનલ્સની પણ ચર્ચા કરી. તેમણે કહ્યું કે તમામ કેટેગરીમાં પ્રોફેશનલ્સ માટે 50 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને કોઈ એકાઉન્ટ બુક મેઈટેઈન કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમાં 50 ટકાને ખર્ચ માનવામાં આવશે. તેમાં અડધી રકમને આવક માની તેના પર ટેક્સ આપવો પડશે.

નાના વેપારીઓને આપવામાં આવેલી રાહત ગણાવાયી
નાણાપ્રધાને નાના વેપારીઓના હિતમાં ઉઠાવેલા પગલાં વિશે પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 1.5 કરોડ રૂપિયા સુધીના ટર્ન ઓવર વાળી ટ્રેડિંગ કોમ્યુનિટી માટે જીએસટીમાં અમે કહ્યું કે ટર્નઓવરના માત્ર 1 ટકો કંપોજિશન આપો. જ્યારે 2 કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ અને કારોબારીઓની વાત કરીએ તો એ પણ નાના વેપારીઓ હોય છે. જેટલીએ કહ્યું કે જો આપ બુક મેઈટેઈન ન કરી શકતા હોય તો 6 ટકાની ધારણા કરીને આવક માનીશું. તમે આવકના માત્ર આ હિસ્સા પર ટેક્સ આપો.