સૈફની દીકરીનો વિડીયો Viral, થઇ અમૃતા સિંહ સાથે તુલના - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • સૈફની દીકરીનો વિડીયો Viral, થઇ અમૃતા સિંહ સાથે તુલના

સૈફની દીકરીનો વિડીયો Viral, થઇ અમૃતા સિંહ સાથે તુલના

 | 2:33 pm IST

રણવીર સિંહ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘સિમ્બા’ની શૂટિંગ શરૂ થઇ ગઈ છે. ફિલ્મના સેટનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં ડાયરેક્ટર રોહિત શેટ્ટી, રણવીર સિંહને ખખડાવતા જોવા મળે છે. જાણો શું છે આ મામલો.

આ વિડીયો રોહિત શેટ્ટીએ પટના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં રણવીર, સારા મરાઠીમાં વાત કરતા જોવા મળે છે. રણવીર સિંહ ફિલ્મનો એક ડાયલોગ બોલી નાખે છે, જે પછી રોહિત શેટ્ટી કહે છે કે પાગલ થઇ ગયો છે જો ફિલ્મનો ડાયલોગ બોલી રહ્યો છે. ત્યારે સારાની એન્ટ્રી થાય છે. તે કહે છે કે, આ સિંઘમ-3નો સેટ છે? પછી રણવીર અને રોહિત કહે છે, આઈલા આ તો અમૃતા સિંહ છે.

તે પછી કરણ જોહર કહે છે કે આવી મેડનેસ તમને જોવા મળશે 28 ડીસેમ્બરે થિયેટરમાં. આ એક ફની વિડીયો છે, જે ફેન્સ વચ્ચે વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે ફિલ્મમાં રણવીર સિંહ એક પોલીસવાળાની ભૂમિકા નિભાવી રહ્યો છે. જેનું નામ સંગ્રામ ભાલેરાવ હશે. આ ફિલ્મમાં રણવીર અલગ લુકમાં જોવા મળશે.