Why Should You Watch The Family Man, Manoj Bajpai
  • Home
  • Entertainment
  • Bollywood
  • મનોજ બાજપેયીની વેબ સિરીઝ જોવા માટે થઇ જાઓ તૈયાર, જોવા મળશે એક્ટરનો ધાંસુ અવતાર

મનોજ બાજપેયીની વેબ સિરીઝ જોવા માટે થઇ જાઓ તૈયાર, જોવા મળશે એક્ટરનો ધાંસુ અવતાર

 | 7:21 pm IST

આ વિકેન્ડ પર તમને કંઇ ખાસ જોવા મળી શકે છે. મનોજ બાજપેયીની આવનારી વેબ સિરીઝ ‘ધ ફેમિલિ મેન’થી એક્શન, કોમેડી અને શાનદાર પરફોર્મંસનો ફુલ ડોઝ મળવાની આશા છે. 20 સપ્ટેમ્બર, 2019ના રોજ રિલીઝ થનારી આ વેબ સિરીઝના પાંચ એવા પોઇન્ટ છે, જે વેબ સિરીઝ ફેન્સને જોવા માટે મજબૂર કરશે. આ વેબ સિરીઝનું ટ્રેલર જોઇએને પણ તેનો અંદાજો લગાવી શકાય છે. કેટલીક વાતો તો ટ્રેલર જોઇને જ સમજમાં આવે છે.

મનોજ બાજપેયી

આ વેબ સિરીઝની સૌથી મોટી યૂએસપી મનોજ બાજપેયી જ છે. આ વેબ સિરીઝ દ્વારા તેઓ પોતાનું ડિઝિટલ ડેબ્યૂ કરી રહ્યા છે. મનોજે અત્યાર સુધીમાં ઘણી શાનદાર ભૂમિકાઓ ભજવી ચૂક્યા છે. આવામાં તેમને વેબ સિરીઝમાં જોવાનો અનુભવ પણ સારો રહેશે.

સિરીજની કહાની

વેબ સિરીઝની કહાની તેના ટાઇટલથી જ સમજમાં આવી શકે છે. આ કહાની એક મિડલ ક્લાસ વ્યક્તિની છે. ટ્રેલર જોઇ તેની સમસ્યાઓ પણ સાફ નજર આવી રહી છે. મતલબ એ છે કે, આ વેબ સિરીઝનો હિરો કોઇ આસમાનથી ટપક્યો નછઈ. તે એક સાધારણ વ્યક્તિ છે. કહાનીનું રિયલસ્ટિક પ્લોટ સિરીઝને જોવા માટે આકર્ષિત કરે છે.

એક્શન

મનોજ બાજપેયી હંમેશા એક્શન કરતા નજર આવતા નથી. આ વેબ સિરીઝમાં એક્શન પણ દેખાડવામાં આવ્યું છે. મનોજને એક્શન કરતા જોવામાં પણ મજા આવી શકે છે. ત્યાં જ જો તમને એક્શન પસંદ છે તો આ તમારા માટા ‘ચેરી ઓન ટોપ’ છે.

કોમેડી

ટ્રેલર જોઇને લાગે છે કે, વેબ સિરીઝમાં જોરદાર કોમેડી છે. આ કોમેડી ક્યાંય ઉપરથી થોડી દેવામાં આવી નથી. પરંતુ પાત્રોની પરિસ્થિતિઓથી ઉબરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન