Why Tarun Gajjar slapped Hardik Patel? He revealed the reason in front of SP
  • Home
  • Election 2019
  • હાર્દિકને લાફો મારવાનું કારણ શું હતું?, ખુદ તરૂણ ગજ્જરે કર્યા SP સમક્ષ ચોંકાવનારા ખુલાસા

હાર્દિકને લાફો મારવાનું કારણ શું હતું?, ખુદ તરૂણ ગજ્જરે કર્યા SP સમક્ષ ચોંકાવનારા ખુલાસા

 | 2:24 pm IST

આજે કોંગ્રેસના હાર્દિક પટેલને લઇને ગુજરાતની રાજનીતિનો પારો ગરમ છે. હાર્દિકે સમાજ સાથે ગદ્દારી કરવાનું ભારે પડી રહ્યું છે. આજે હાર્દિકને જાહેરમાં લાફો પડ્યો હતો. હાર્દિકને તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢીને લાફો માર્યો હતો. ત્યારબાદ લાફો મારનાર કરૂણને ઢોર માર મારવામાં આવ્યો હતો, અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે તમને સ્વાભાવિક રીતે મનમાં થશે કે, હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ તરૂણ ગજ્જર તો બીજા સમાજનો હતો, તો પછી તેને હાર્દિકને લાફો કેમ માર્યો. તો તેના પાછળ પણ એક મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલમાં જ્યારે પોલીસે તરૂણ સાથે વાતચીત કરી ત્યારે તેને મોટા ખુલાસા કર્યા હતા.

આ ઘટના બાદ સુરેન્દ્રનગર SPએ એક પત્રકાર પરિષદ કરી હતી, તેમાં તેમને મોટો ખુલાસા કર્યા હતા. પોલીસ જ્યારે તરૂણ મિસ્ત્રીને આ ઘટના વિશે પુછપરછ કરી રહી હતી ત્યારે તેને પોલીસ સમક્ષ અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. પોલીસે તરૂણને હાર્દિકને લાફો મારવાનું કારણ પુછ્યું તો, તેને કહ્યું હતું કે, હાર્દિક પટેલે તેના સમાજ માટે સારા કામ કર્યા છે. હાર્દિકની જ્યારે 2015માં અમદાવાદમાં અનામત માટે મોટું આંદોલન કર્યું હતું, ત્યારે મારી પત્ની પ્રેગ્નેટ હતી. હાર્દિકના આંદોલનના કારણે મારી ગર્ભવતી પત્ની સાથે હું ઘણી વખત હેરાન થયો છું. મારી પત્નીની દવા ચાલતી હતી, એક બાજુ હાર્દિકના આંદોલનના કારણે મારી પત્નીને મિસ કેરેજ થતું થતું રહી ગયું હતું.

આટલું જ નહીં, મારી પત્નીએ બાળકને જન્મ આપી દીધા બાદ મારો બાબો બિમાર હતો. તેને દવાખાના લઇ જવાનો હતો. પરંતુ હાર્દિકના અવાર નવારના આંદોલનના કારણે અમે ખુબ હેરાન થતા હતા. હાર્દિકના આંદોલનના કારણે અનેક વખત સામાન્ય લોકોને તકલીફ પડી છે, તેને અનેક વખત ગુજરાત બંધના એલાનના પગલે લોકો મુસ્કેલીમાં મૂકાતા હતા.

હાર્દિકે તેના સમાજના 14 છોકરાઓને આંદોલનમાં સાથે રાખી તેમને શહીદ કરાવ્યા, ત્યારબાદ તેને 14 છોકરાઓ પર રાજનીતિ રમી હતી. હાર્દિકના આંદોલન કડી અને કલોલમાં પણ ખુબ થતા હતા. જેનાથી આમ પબ્લિક હેરાન થતી હતી. હાર્દિકના કારણે મારો જીવ જતા જતા પણ બચી ગયો હતો. એક વખત મને કલોક પહોંચતા 2 કલાકનો સમય થયો હતો, જ્યારે એક વખત અમદાવાદ પહોંચતા 3 કલાક થયા હતા. હાર્દિકના આંદોલનના કારણે આખા રાજ્યમાં કર્ફ્યું મૂકાતો હતો, જેના કારણે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં તકલીફ પડતી હતી. હાર્દિક હજી તો બાળક છે, પરંતુ અનામત આંદોલનના કારણે તે પોતાની જાતને મોટો હિટલર માની બેઠો હતો. તેના સમાજમાં ઘણા મોટા આગેવાનો હોવા છતાં તે પોતાની જાતને મોટો નેતા માની બેઠો હતો.

હાર્દિકે પોતાના આંદોલનથી માત્ર રાજકીય રોટલો શેક્યો છે, તેને સમાજના બાળકોને ગેરમાર્ગે દોરીને ખોટા રસ્તે લઇ ગયો છે. જેના કારણે મને હાર્દિક પર ખુબ ગુસ્સો હતો. જેના કારણે આજે મને મોકો મળતા ઉતાર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન