હિન્દુ ધર્મમાં મૃત વ્યક્તિઓની આ વસ્તુઓ દાન કરવા પાછળ છે મોટી માન્યતા - Sandesh
  • Home
  • Astrology
  • હિન્દુ ધર્મમાં મૃત વ્યક્તિઓની આ વસ્તુઓ દાન કરવા પાછળ છે મોટી માન્યતા

હિન્દુ ધર્મમાં મૃત વ્યક્તિઓની આ વસ્તુઓ દાન કરવા પાછળ છે મોટી માન્યતા

 | 4:12 pm IST

દુનિયામાં ન જાણે કેટલાય ધર્મ છે, અને લોકો તેને અનુસરે છે. તો જન્મ અને મૃત્યુ સુધીની ન જાણે કેટલીય પરંપરાઓનું પાલન કરે છે. આજે આપણે હિન્દુ ધર્મમાં માનવામાં આવતી એવી એક પરંપરા વિશે બતાવીશું, જેનું પ્રાચીન કાળથી આજે પણ લોકો પાલન કરી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં જે પરંપરા આજે પણ ભૂલ્યા વગર પાલન કરાય છે, તે વ્યક્તિના મોત બાદ તેની પથારીને દાન કરવાની છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે, તેનું પાલન આજે પણ કરાય છે. આ પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવી છે.

કેમ દાન કરાય છે મૃત વ્યક્તિની પથારી
આપણે બધાએ જ જોયુ હશે કે, કોઈ વ્યક્તિ ગુજરી જાય, એટલે કે તેનો દેહ ત્યાગ કરે તો તેની પથારી, તેના કપડા તેમજ ચારપાઈ પણ દાન કરી દેવામાં આવે છે. પરંતુ આવું કેમ કરાય છે, કેમ મૃત વ્યક્તિની આ વસ્તુઓને ઘરમાં રાખવામાં આવતી નથી.

તેનો જવાબ છે, મૃત વ્યક્તિની પથારી ઘરમાં રાખવી તેનાખી નકારાત્મક ઉર્જા સંચાલિત થવા લાગે છે, જે સીધા મન પર પ્રભાવ કરે છે. તમે જરા વિચારો કે, તમે તમારા ઘરમાં કોઈ એવી વ્યક્તિના કપડા વારંવાર જુઓ, જે મરી ચૂકી છે અથવા તો તમે તેની પથારીને જુઓ, જ્યાં તે સૂતી હતી, તો તમને અજીબ લાગશે. નબળા હૃદયના લોકોને તો ડર લાગવા લાગે છે. આ રીતની અન્ય નકારાત્મક ઉર્જાઓ પણ ઘરમાં વાસ કરવા લાગે છે અને ઘરનો માહોલ ખરાબ કરે છે. તેથી આ વસ્તુઓને દાન કરી દેવાય છે.

વૈજ્ઞાનિક તથ્ય અને તર્ક
આપણા દેશમાં અનેક પરંપરાઓના લોકો મનધડંત તર્ક આપે છે, પંરતુ સત્ય એ છે કે આ તમામ પરંપરાઓના પરિણામે આજે વિજ્ઞાન પણ સ્વીકાર્યું છે અને માન્યું છે કે, તેની પાછળના તર્ક સાચા છે.

આ પાછળ એક અન્ય તર્ક પણ છે કે, તે પથારીથી ઈન્ફેક્શન થવાનો ખતરો રહે છે. પરંતુ આ તર્ક એ જ સમયે સાચું પડે છે, જ્યારે મૃતક કોઈ રોગથી લાંબા સમયથી ગ્રસ્ત હોય. આવામાં જે પણ તેની પથારીનો ઉપયોગ કરે છે, તેને પણ તે રોગના કીટાણુ શિકાર બનાવી શકે છે.