Why tomatoes are the new show off items at weddings in Pakistan
  • Home
  • World
  • ભારત સાથે વ્યાપાર તોડવો પાકિસ્તાનને ભારે પડ્યો, નવવધૂ ટામેટા પહેરી લગ્ન કરવા મજબુર!

ભારત સાથે વ્યાપાર તોડવો પાકિસ્તાનને ભારે પડ્યો, નવવધૂ ટામેટા પહેરી લગ્ન કરવા મજબુર!

 | 11:46 pm IST

ભારત સાથે દુશ્મની વ્હોરવી પાકિસ્તાનને ભારે પડી રહી છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાને દ્વિપક્ષીય વ્યાપાર બંધ કરી દીધો હતો. જેના પરિણામે ભારત તરફથી પાકિસ્તાનમાં જતા શાકભાજીની નિકાસ બંધ થઈ ગઈ છે. જેથી પાકિસ્તાનમાં શાકભાજીના ભાવમાં રીતસરની આગ લાગી છે.

પાકિસ્તાનમાં ટમેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ટમેટાના ભાવ એટલી વધી ગયા છે કે તે સામાન્ય લોકોની પહોંચથી દૂર થઈ ગયા છે. પાકિસ્તાનમાં ટમેટા અને સોનાને એક જ ત્રાજવે તોલવામાં આવી રહ્યા છે. ટામેટાનો ભાવ 300 રૂપિયો કિલો પહોંચી ગયો છે. જેના આકારા પ્રત્યાઘાતરૂપે પાકિસ્તાનની એક દુલ્હનએ સોનાના ઘરેણાંને બદલે ટમેટાનાં આભૂષણ પહેરી લીધા. આ વીડિયોને જોયા બાદ ભલે મજા લઈ રહ્યા હોય પરંતુ પાકિસ્તાનની સ્થિતિ હકિકતે આવી જ છે.

આ વીડિયોમાં દુલ્હાને ટમેટાના ઘરેણાં પહેર્યાં છે. પાકિસ્તાનમાં ટમેટા હાલમાં 300 રૂપિયે કિલો સુધી પહોંચી ગયા છે. દુલ્હનના આ પ્રકારે તૈયાર થવા પર જ્યારે પત્રકારે તેનું કારણ પૂછ્યું તો દુલ્હીને ઘણો રસપ્રદ જવાબ આપ્યો. દુલ્હને કહ્યું કે, સોનું ઘણું મોંઘું થઈ ગયું છે. ટમેટા અને ચિલગોજાના ભાવ ઘણા વધી ગયા છે. તેથી મેં મારા લગ્નમાં સોનાને બદલે ટમેટાના ઘરેણાં બનાવીને પહેર્યાં છે. જ્યારે રિપોર્ટરે તેના ટમેટાનો સ્પર્શ કર્યો તો તેણે ગુસ્સે થઈ કહ્યું કે, અડક્યો તો મારી નાખીશ. મને આ ટમેટા બહુ વ્હાલા છે. આ ઉપરાંત દુલ્હને જણાવ્યું કે દહેજમાં તેના માતા-પિતાએ ત્રણ પેટી ટમેટા આપ્યા છે.

બે મિનિટના આ વીડિયોને અત્યાર સુધી 33 હજારથી વધુ વાર જોવામાં આવ્યો છે. આ વીડિયોને જોયા બાદ એક યૂઝરે દુલ્હનને પાકિસ્તાનની સૌથી અમીર મહિલા પણ કહી દીધી. એક અન્ય યૂઝરે લખ્યું કે, જો આપને લાગે છે કે તમે જિંદગીમાં બધું જોઈ ચૂક્યા છો તો ટમેટાના ઘરેણાં પણ જોઈ લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન