નવાઝ શરીફે પાકિસ્તાનના કાન આંબળ્યા, મુંબઈ હુમલાને લઈને કહ્યું આવું - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • નવાઝ શરીફે પાકિસ્તાનના કાન આંબળ્યા, મુંબઈ હુમલાને લઈને કહ્યું આવું

નવાઝ શરીફે પાકિસ્તાનના કાન આંબળ્યા, મુંબઈ હુમલાને લઈને કહ્યું આવું

 | 4:27 pm IST

પાકિસ્તાન સરકાર ભલે આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપોને હંમેશા ફગાવતી આવી હોય પરંતુ, ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાયા બાદ વડાપ્રધાન પદેથી અયોગ્ય ઠેરેલા નવાઝ શરીફે ખુલ્લેઆમ સ્વિકાર કર્યો છે કે, દેશમાં આતંકવાદીઓ સક્રિય છે. એટલું જ નહીં, શરીફે મુંબઈ હુમલાને લઈને પાકિસ્તાનમાં અટકી પડેલી સુનાવણી પર પણ સવાલ ખડાં કર્યા છે.

નવાઝ શરીફે કહ્યું હતું કે, તમે એક દેશને ન ચલાવી શકો જ્યારે અન્ય બે મિત્રો ત્રણ સમાંતર સરકાર ચલાવી રહ્યાં હોય. આ બધું અટકવું જોઈએ. દેશમાં ફક્ત એક જ સરકાર હોઈ શહે, જે બંધારણીય પ્રક્રિયાથી ચૂંટાઈ આવી હોય. નવાઝ શરીફે આડકતરી રીતે આતંકવાદી સંગઠનો, પાકિસ્તાની સૈન્ય અને ગુપ્તચર એજન્સી આઈએસઆઈ તરફ આંગળી ચિંધી હતી.

મુલ્તાનમાં એક રેલી પહેલા ‘ધ ડૉન’ સાથેની વાતચીતમાં નવાઝ શરીફને પુછવામાં આવ્યું કે એવા કયા કારણો હતાં જેના કારણે તમારી વડાપ્રધાનની ખુરસી ગઈ? તેનો શરીફે સીધો જવાબ આપ્યો ન હતો પરંતુ તેમણે વાતચીતને વિદેશ નીતિ અને રાષ્ટ્રિય સુરક્ષાના મુદ્દા તરફ વાળી દીધી હતી. નવાઝ શરીફે કહ્યું હતું કે, આપણે પોતે જ આપણને અલગ કરી દીધા છે. બલિદાનો આપવા છતાંયે આપણી વાત કોઈ માનવા તૈયાર નથી. અફઘાનિસ્તાની વાતને સ્વિકાર કરી લેવામાં આવી પણ આપણી નહીં. આપણે તેના પર ધ્યાન આપવું જોઈએ.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, આતંકવાદી સંગઠનો સક્રિય છે, તો શું આપણે તેમને સરહદ પાર કરવાની અને મુંબઈમાં 150 લોકોની હત્યા નિપજાવવાની મંજૂરી આપવી જોઈએ? રાવલપિંડી આતંકવિરોધી અદાલતમાં મુંબઈ હુમલાની ટ્રાયલ પડતર હોવાને પર નવાઝે કહ્યું હતું કે, આપણે મુંબઈ હુમલા મામલે સુનાવણી કેમ પુરી નથી કરી? ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન 2008માં મુંબઈ હુમલામાં તેની કોઈ ભૂમિકા હોવાનો સતત ઈનકાર કરતું આવ્યું છે.

આવનારી ચૂંટણીમાં પીએમએલ-એનનું નેતૃત્વ કોની સાથે જશે, તે બાબતે નવાઝ શરીફે મૌન ધારણ કરી લીધું હતું. વડાપ્રધાન પદ માટે પાર્ટી તરફથી તેમના ભાઈ શાહબાઝ શરીફના નામની અટકળો પર પણ શરીફે કંઈ જ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.