Why US President Donald Trump to Visit India
  • Home
  • Featured
  • ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આવી રહ્યાં છે ભારત પ્રવાસે! ગુજરાત આવવાનું કારણ છે બહુ ખાસ

ડોનાલ્ડ ટ્રમ્પ કેમ આવી રહ્યાં છે ભારત પ્રવાસે! ગુજરાત આવવાનું કારણ છે બહુ ખાસ

 | 7:18 pm IST

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ અમેરિકા અને ભારતના સંબંધોમાં નવી જ ઉર્જા આવી છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહિતના સંબંધો નવી ઉંચાઈએ પહોંચી ગયા છે. હવે આ યશકલગીમાં નવુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. કોઈ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પહેલીવાર રાજધાની ઉપરાંત અમદાવાદ પણ આવશે.

ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. તેમનો આ પ્રવાસ માત્ર ભારત માટે ખાસ નહીં પરંતુ આ ક્ષેત્ર માટે મહત્વનો છે. અત્યાર સુધી અમેરિકાના છ રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવી ચુક્યા છે. ટ્રમ્પ સાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ છે જે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે.

અગાઉ બરાક ઓબામા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ટ્રમ્પની વ્યસ્તતાને કારણે તે શક્ય ન બની શક્યું.

ટ્રમ્પની આ મુલાકાત એટલે છે ખાસ

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત આવવું તે માટે પણ ખાસ છે કારણ કે આ વર્ષના અંતમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તેવામાં ત્યાં વસેલા ભારતીય ટ્રમ્પની જીતનો માર્ગ સરળ બનાવી શકે છે. અહીં પર સાઉથ એશિયન એડવોકેસી ગ્રુપના આંકડા ઘણા રસપ્રદ છે. તે પ્રમાણે અમેરિકામાં વસતા કુલ વિદેશે નાગરિકોમાં ભારતીય મૂળના લોકો સંખ્યા આશરે 38 ટકા જેટલી વધી છે. 2010માં અહીં પર ભારતીયોની જનસંખ્યા આશરે 31,83,063 હતી જે 2017માં વધીને 44,02,363 થઈ ગઈ છે. અહીં પર વસતા લોકોમાં તેલંગણા અને આંધ્ર પ્રદેશના લોકો સૌથી વધુ છે. ત્યારબાદ ગુજરાત, પંજાબ, તમિલનાડુ, કેરલનો નંબર આવે છે.

અમદાવાદમાં યોજાશે ‘કેમ છો ટ્રમ્પ’

અમેરિકાના રાષ્ટ્રપતિ ગુજરાતમાં એક કાર્યક્રમમાં ભાગ લેશે જેને ‘કેમ છો ટ્રમ્પ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ‘હાઉડી મોદી’ની જેમ આયોજીત કરવામાં આવશે. ટ્રમ્પના આ પ્રવાસમાં ભારત અને અમેરિકા વચ્ચે કેટલિક રક્ષા સમજૂતી પણ થઈ શકે છે. આ પ્રવાસમાં ટ્રમ્પની સાથે ફર્લ્ટ લેડી પણ આવી રહ્યાં છે. આ દરમિયાન ટ્રમ્પ અમદાવાદમાં વિશાળ રોડ શ્હો પણ કરે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન