Why was Raja Rupnsen ready to give life to his servant? Find Story
  • Home
  • Featured
  • રાજા રૂપસેન કેમ તેના સેવક માટે જીવ આપવા તૈયાર થયા હતા? જાણો રોચક કથા

રાજા રૂપસેન કેમ તેના સેવક માટે જીવ આપવા તૈયાર થયા હતા? જાણો રોચક કથા

 | 8:43 am IST

શાસ્ત્રોમાં થયેલા વર્ણન અનુસાર દાન સેવા ભજન કિર્તન આ તમામ પુણ્યપ્રાપ્તિના માર્ગ છે. એવો જ માર્ગ છે પોતાની નિષ્ઠા અને ફરજ બજાવવાનો..જેમાં પોતાના સ્વાર્થને નિહિત્ત રાખી કર્મ કરવું પડે છે. આવી જ કથા છે રાજા રુપસેન અને તેમના સેવક વિરભદ્રની. તો આવો આ કથા દ્વારા આપણે પણ સમજીએ પુણ્યનો સાચો અર્થ..

વર્ધમાન નગરમાં રુપસેન નામનો એક રાજા હતો.આ રાજાના મહેલમાં વિરભદ્ર નામનો એક રાજદૂત નોકરી માટે આવ્યો.રાજાએ તેને પુછયુ કે તેને કેટલુ મહેનતાણુ જાઈએ. ત્યારે વિરભદ્રએ કહ્યુ કે તેને હજાર તોલા સોનુ જાઈએ. આ સાંભળીને મહેલમાં ઉપસ્થિત તમામ લોકો ચોંકી ઉઠ્યા. રાજાએ તેને પુછ્યુ તે તમારી સાથે કોણ કોણ છે. તેણે ઉત્તર આપ્યો કે મારી પત્ની , પુત્ર અને પુત્રી છે.

રાજા મનમાં વિચાર કરવા લાગ્યા કે આખરે આ ચાર લોકો આટલા ધનનુ શું કરશે. તેમ છતાં રાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો અને તે જ દિવસથી વિરભદ્ર નિત્ય દરબારમાંથી હજાર તોલા સૂર્વણના સિક્કા લઈને આવતા હતા..તેમાંથી અડધુ ધન બ્રાહ્મણને દાનમાં આવતા, બાકીના બે ભાગ કરીને એક ભાગ મહેમાનો અને બીજા ભાગ સંન્યાસીઓને આપી દેતો..અને બાકીના ધનનુ ભોજન બનાવીને પહેવા ગરીબોને ખવડાવતો અને પછી પોતે પરિવારમાં ખાવા માટે આપતો. વધુ જાણવા જુઓ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન