Why was Ravana's brother Vibhishana involved with Ganesha war
  • Home
  • Featured
  • રાવણના ભાઇ વિભિષણનું કેમ ગણેશજી જોડે થયું હતું યુદ્ધ, આ છે રહસ્ય

રાવણના ભાઇ વિભિષણનું કેમ ગણેશજી જોડે થયું હતું યુદ્ધ, આ છે રહસ્ય

 | 8:30 am IST

લંકાપતિ રાવણના વધ પછી પ્રભુ શ્રી રામે રાવણના ભાઇ વિભિષણને એક ભેટ આપી જેમાં વિષ્ણુ સ્વરૂપની એક મુર્તિ આપી અને કહ્યુ કે આ મુર્તિને કોઇપણ સ્થાન પર મુકવાથી આ મુર્તિ ત્યાં જ સ્થાપિત થઇ જશે. રાવણના ભાઇ વિભિષણ તે મુર્તિને લંકામાં સ્થાપિત કરવા માંગતા હતા.પરંતુ દેવગણને વિભિષણની આ ઇચ્છા ગમી નહી અને વિભિષણ આ મુર્તિ લંકામાં સ્થાપિત ન કરી શકે તે માટે દેવગણોએ કોને કહ્યુ અને કોની સાથે વિભિષણનું ભયંકર યુદ્ધ થયુ આવો જાણીએ આ રોચક કથા..

આજે એક એવી કથાનુ શ્રવણ કરીશુ જે જાડાયેલી છે રામાયણ સાથે.એક સમયની વાત છે જેમાં રાવણના નાના ભાઈ વિભિષણનું યુદ્ધ શિવ પુત્ર ગણેશજી સાથે થયુ હતુ જેમાં ગણેશજીનો પરાજય થયો હતો..જ્યારે ભગવાન રામે લંકાપતિ રાવણનો વધ કર્યો ત્યારે પ્રભુ શ્રી રામ પોતાના ભક્ત વિભિષણને કોઈ ભેટ આપવા માંગતા હતા.

ત્યારે તેમણે પોતાના વિષ્ણુ રુપની એક પ્રતિમાં વિભિષણને ભેટ સ્વરુપે આપી અને એક શરત મુકી કે જે સ્થાને પૃથ્વી પર આ મૂર્તિને મુકવામાં આવશે આ મૂર્તિ તે જ સ્થાને સ્થાપિત થઈ જશે. ત્યારે આ વાત સાંભળીને વિભિષણે શ્રી રામને કહ્યુ કે હે પ્રભુ આ મૂર્તિએ લંકામાં જઈને જ પૃથ્વી પર સ્થાપિત કરીશ.પરંતુ દેવતાઓને આ વાત સ્વીકાર્ય ન હતી કે વિભિષણ આ મૂર્તિ સાથે લંકા પહોંચે કારણકે તે એક રાક્ષસ હતો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન