Is there any scientific reason for not cutting nails after
  • Home
  • Astrology
  • ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ ન કાપશો નખ, નહીંતર થઈ જશો બરબાદ

ભૂલથી પણ સૂર્યાસ્ત બાદ ન કાપશો નખ, નહીંતર થઈ જશો બરબાદ

 | 6:33 pm IST

નખ કાપવા એક ખુબજ સામાન્ય વાત છે છતાં આની સાથે આપણા વડિલોને ક્યારેક તમે કહેતા સાંભળ્યુ જ હશે કે ક્યારેય સંધ્યા સમયે નખ ન કાપશો. ભલે આજ સુધી આની પાછળ કોઈ ઠોસ કારણ ન મળ્યુ હોય પણ આંખ બંધ કરીને સદીઓથી આપણે આ તમામ નિયમોનું પાલન કરીએ છીએ.

પ્રાચીન સમયમાં સૂર્ય અસ્ત થાય ત્યારે લાઈટો નહોતી આથી લોકો દીપકની રોશનીથી તમામ કામો કરતા હતા. તે સમયે સાંજના સમયે જો નખ કાપવામાં આવે તો લાગી જાય આની પાછળ પણ એ જ કારણ રહેલું હતુ.

આ પણ વાંચો: આ રાશિની યુવતીઓ ફ્લર્ટ કરવાથી નથી ડરતી, મિનિટોમાં કરી દે સામેવાળાને ઇમ્પ્રેસ

જ્યારે નેલ કટર આટલા ચલણમાં ન હતા તો ધારદાર ચાકુ કે અન્ય હથિયારથી નખને કાપવામાં આવતા. સૂર્યાસ્ત બાદ ધારદાર ઉપકરણોથી લાગવાનો ભય રહેતો હતો. આથી કદાચ સાંજના સમયે નખ ન કાપવાની સલાહ આપવામાં આવી હતી. એક કિવંદતી અનુસાર કહેવામાં આવે છે કે ક્યારેય ઘરમાં નખ ન કાપવા જોઈએ. વૈજ્ઞાનિક રીતે જુઓતો નખ ખુબજ કઠોર હોય છે તેને ઓછી લાઈટમાં કાપવાથી નુકસાન થાય છે.

જ્યોતિષ શાસ્ત્રમાં માનનારા ક્યારેય સંધ્યા સમયે નખ નથી કાપતા કેમકે તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે સૂર્ય અસ્ત પછી નખ કાપવાથી ઘરમાંથી લક્ષ્મી દૂર થાય છે.

સામુદ્રિક શાસ્ત્રમાં પણ નખનું ખુબજ મહત્વ આંકવામાં આવ્યુ છે. નખથી વ્યક્તિનો સ્વભાવ, ચરિત્ર અને ભવિષ્ય ભાખી શકાય છે. સફળતાના યોગ કેવા બનશે તે નખ પરથી જાણી શકાય છે. અનામિકા આંગળી પર નખ પર સફેદ નિશાન હોય તેને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે.

આ Video જુઓ: જાણો જીવનના અંતિમ તબક્કામાં કેવી રીતે ગણેશકૃપાથી મોક્ષનો લક્ષ્ય હાંસલ કરી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન