Why You Can't Onion And Garlic During Navratri
  • Home
  • Astrology
  • નવરાત્રિમાં કેમ લસણ-ડુગંળી ખાવાની મનાઇ, આ રહ્યાં તેની પાછળના કારણો

નવરાત્રિમાં કેમ લસણ-ડુગંળી ખાવાની મનાઇ, આ રહ્યાં તેની પાછળના કારણો

 | 3:44 pm IST

નવરાત્રિ દરમ્યાન લસણ-ડુંગળીનો ઉપયોગ વર્જય મનાય છે. નવરાત્રિમાં દારૂ-સિગારેટ, માંસાહારનું પણ સેવન કરવાની મનાઇ છે. પરંતુ શું તમે જાણો છે કે નવરાત્રિમાં લસણ અને ડુંગળી ખાવાની કેમ ના પાડવામાં આવે છે. શું કામ કેટલાંક ઘરોમાં લસણ-ડુંગળી નવરાત્રિ દરમ્યાન ખાવાનું બંધ કરી દેવામાં આવે છે. તો આવો આ અંગે આપણને વિગતે જણાવીએ…

શાસ્ત્રો પ્રમાણે ત્રણ પ્રકારનું જમવાનું હોય છે. પહેલું તામસિક (તામસી), બીજું રાજસિક (રાજસી), ત્રીજું સાત્વિક આહાર

સાત્વિક ભોજન: સાત્વિક ભોજન સૌથી શુદ્ધ મનાય છે અને આ ભોજનને જ શરીર માટે આરોગ્યપ્રદ કહેવાય છે. સાત્વિક ભોજન એ છે જે શરીરને શુદ્ધ કરે છે અને મનને શાંતિ પ્રદાન કરે છે. એટલે કે રાંધેલું ભોજન જો 3-4 કલાકની અંદર જ આરોગવું જોઇએ તેને સાત્વિક મનાય છે.  તેમાં તાજા ફળ, લીલા પાંદડાવાળા શાકભાજી, બદામ વગેરે.. અનાજ અને તાજું દૂધ, ફળોનો રસ, શાકભાજી વધુ તેલ-મસાલા વગર આરોગવા જોઇએ. નવરાત્રિમાં સાત્વિક ભોજન લેવાનું વિધાન છે અને તેમાં લસણ-ડુંગળી સામેલ નથી.

રાજસિક ભોજન: રાજસી ભોજન એટલે કે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને સાથો સાથ તેમાં અલગ પ્રકારની ગંધ હોય છે. એવી ગંધ જે મોં માં લાંબા સમય સુધી રહે છે. લસણ, ડુંગળી, મશરૂમ જેવા વૃક્ષ રાજસી ભોજનમાં આવે છે. આ પ્રકારનું ભોજન ખૂબ જ મસાલા સાથે રાંધવામાં આવે છે. આ બ્રાહ્મણ, જૈન ધર્મ શાસ્ત્રોમાં તેને સારું મનાતું નથી. તર્ક એ છે કે રાજસી ભોજન ખાવાની ઉત્તેજના અને ઉન્માદ વધી જાય છે. આ ભોજન ધ્યાનમાં વિઘ્ન ઉભું કરે છે.

તામસી ભોજન: મન અને શરીર બંનેને આ જમવાનું સુસ્ત બનાવે છે. પચવામાં ખૂબ જ સમય લાગે છે અને તેમાં ઇંડા, માછલી અને આ પ્રકારનું જમવાનું કે પીવાનું જેનાથી નશો થાય છે. આ સિવાય વાસી જમવાનું પણ તામસી ભોજન કહેવાય છે.

ટૂંકમાં એટલું કે જે જમવાનું પચવામાં મુશ્કેલ હોય તેને રાજસી અને તામસી ભોજનમાં સામેલ કરાયા છે. નવરાત્રિમાં લસણ-ડુંગળી ન ખાવાનું એક કારણ એ પણ મનાય છે કે આ જમવાનું મગજને સુસ્ત બનાવી દે છે. વ્રત ઉપવાસ દરમ્યાન પૂજા કરાય છે અને કેટલાંય અનુષ્ઠાન હોય છે આથી મગજથી સુસ્ત હોવું યોગ્ય મનાય નહીં. આથી જ નવરાત્રિમાં લસણ અને ડુંગળી ખાવાની મનાઇ છે.