Do not be mistaken never borrow or take any loans on a Wednesday
  • Home
  • Astrology
  • ભૂલથી પણ ન લેશો આ દિવસે કરજ, દેવાના ડૂંગર તળે દબાઈ જતાં પેટ ભરીને પસ્તાશો!

ભૂલથી પણ ન લેશો આ દિવસે કરજ, દેવાના ડૂંગર તળે દબાઈ જતાં પેટ ભરીને પસ્તાશો!

 | 12:52 pm IST

જીવનમાં આર્થિક સંકટ આવે ત્યારે મન મારીને પણ ક્યારેક ઉધારી લેવી પડતી હોય છે. સંસારના ગાડાને ચલાવવા માટે જાતજાતની મહેનત કરવી પડે તે સ્વાભાવિક છે. આવામાં ક્યારેક કોઈ સામે હાથ ફેલાવી મદદ માંગવી પડતી હોય છે.

આ પણ વાંચો: જીવનમાં રાશિનું હોય છે અદભૂત મહત્વ, જીવન સાથી પસંદ કરતા પહેલા જાણો કોણ છે તમારા માટે લક્કી

એક વખત જે વ્યક્તિ પર કરજનું ચક્ર ફરવા લાગે છે તેના પર એક પછી એક અનેક સમસ્યાઓ આવી પડતી હોય છે. કારણ કે કરજમાં ડૂબેલો માણસ તો દિવસ-રાત ચિંતામાં રહે જ છે પરંતુ તેની અસર તેના ઘર-પરીવારની શાંતિ પર પણ પડે છે. કરજ લેવાની જરૂર અનેક કારણોસર પડે છે, પૈસાની તંગી, આર્થિક નુકસાન જેવી સ્થિતિમાં વ્યક્તિને કરજ લેવાની જરૂર પડે છે.

પરંતુ મોટા ભાગે નાણાંની ધીર-ધાર કરતાં લોકો પણ બુધવારે પૈસા આપતાં નથી. આથી બને ત્યાં સુધી બુધવારે કોઈ પાસેથી ઉધારના પૈસા ન લેવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધને વેપારનો કારક માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ કરજ લે છે તો તેની પાછળ પણ આ ગ્રહનો પ્રભાવ હોય છે. બુધને કાર્યક્ષેત્રનો પણ ગ્રહ માનવામાં આવે છે. તેથી જ બુધવારે કરજ આપવામાં આવે તો તેને ચુકવવામાં અનેક સમસ્યાઓ આવે છે. એક વખત દેવાના ડૂંગર તળે ફસાયેલ વ્યક્તિ જલ્દીથી આ ચક્કરમાંથી બહાર આવી શકતી નથી.

માનવામાં આવે છે કે બુધવારે લીધેલું કરજ પેઢી દર પેઢી સુધી લંબાયા કરે છે. બુધવારે કરજ આપનારના પૈસા ડુબવાની શક્યતા વધી જાય છે. બુધવારે કરજ લઈ ધંધો શરૂ કરવામાં આવે તો તેમાં પણ નુકસાની થાય છે. તેથી જ આ વારે કરજ આપવાથી લોકો ડરે છે.

આ વીડિયો જુઓ: જાણો કેમ પૂજા પાઠમાં આવશ્યક છે આસન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન